પ્રમુુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં બાળનગરીએ ખેંચ્યુ સૌનું ધ્યાન, બાળ સ્વયંસેવકોના અભ્યાસનું પણ રખાય છે ખાસ ધ્યાન

|

Dec 17, 2022 | 12:04 AM

Ahmedabad: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં બાળનગરીએ સૌનું ધ્યાન ખેંચ્યુ છે. અહીં સેવા આપતા બાળકોના અભ્યાસ ન બગડે તેનુ પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે અને તેમના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. 

અમદાવાદના ઓગણજ ખાતે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.. અહીં પ્રમુખનગરીમાં આવેલી બાળનગરીએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે.. આ બાળનગરીનું સંચાલન બાળકો દ્વારા જ કરવામાં આવી રહ્યું છે.. પરંતુ અહીં સવાલ એ થાય કે જે બાળકો બાળનગરીમાં સેવા આપી રહ્યા છે, તેમના અભ્યાસનું શું ? તો આપને જણાવી દઈએ કે બાળનગરીમાં સેવા આપતા બાળકોના અભ્યાસની પણ ચિંતા કરવામાં આવી છે અને તેમના અભ્યાસ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.. બાળનગરીમાં સેવા આપતા બાળકો માટે ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો છે.. નક્કી કરેલા સમય પ્રમાણે બાળકો બાળનગરીમાં સેવા આપે છે અને ત્યાર બાદ બાળકોને ભણાવવામાં આવે છે.. જેના માટે ગ્રુપ બનાનીને બાળકોને તે તમામ વિષયોનો અભ્યાસ કરાવવામાં આવે છે જે બાળકો શાળામાં કરતા હોય છે.. આ માટે ખાસ કેરટેકર પણ રાખવામાં આવ્યા છે.

પ્રમુખ સ્વામી મહોત્સવમાં ભક્તિ, સત્સંગ સાથે વ્યવસાય ગોષ્ઠિ

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ભક્તિ, સત્સંગ, આધ્યાત્મ અને મનોરંજન સાથે વ્યવસાયને પણ જોડવામાં આવ્યો છે. આ જ ઉદ્દેશ્ય સાથે મહોત્સવમાં નામાંકિત ઉદ્યોગપતિઓની કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંવાદ કાર્યક્રમમાં સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા પણ જોડાયા હતા. ટીવીનાઈન સાથે કરેલી ખાસ વાતચીતમાં ગોવિંદ ધોળકિયાએ ભક્તિ અને વ્યવસાયના સમન્વયની વાતો કરી. સાથે જ પ્રમુખસ્વામી મહારાજ સાથેના સંસ્મરણો પણ વાગોળ્યા.

ઈનપુટ ક્રેડિટ- જિજ્ઞેશ પટેલ- અમદાવાદ

 

 

 

Published On - 12:00 am, Sat, 17 December 22

Next Video