કડીમાં Ex આર્મી જવાને મોટા ભાઈ-ભાભી પર તીક્ષ્ણ હથિયારથી કર્યો હુમલો

|

Mar 12, 2024 | 4:04 PM

કડીમાં જમીનના વિવાદે બે ભાઈઓ વચ્ચે તકરાર સર્જાઈ હતી. Ex આર્મી જવાને પોતાના મોટાભાઇ અને ભાભી પર હુમલો કરતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંને ગંભીર રીતે ઘવાયેલા પતિ-પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.

મહેસાણાના કડીમાં જમીનના વિવાદે બે ભાઈઓ વચ્ચે તકરાર સર્જાઈ હતી. Ex આર્મી જવાને પોતાના મોટાભાઇ અને ભાભી પર હુમલો કરતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંને ગંભીર રીતે ઘવાયેલા પતિ-પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે કડી પોલીસે આરોપી હુમલાખોર નિવૃત્ત જવાન વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરુ કરી છે.

આ પણ વાંચો:  હિંમતનગરમાંથી પાકિસ્તાન સુપર લીગ પર રમાતો સટ્ટો ઝડપાયો, 2 ની ધરપકડ

ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. એક્સ આર્મીમેન પોતાના જ ભાઈ અને ભાભી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા બંનેને ઈજાઓ પહોંચી છે. નાના ભાઈ કનૈયાલાલ પટેલે જમીનમાં ભાગ નથી આપતા કહીને હુમલો કર્યો હતો.. જમીનના વિવાદમાં હિંસક હુમલો તીક્ષ્ણ હથીયાર વડે કરતા ઘાયલ દંપતીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:04 pm, Tue, 12 March 24

Next Video