અમદાવાદમાં  BSFના જવાનોએ સપરિવાર અનોખી રીતે કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી, જુઓ વીડિયો

|

Aug 15, 2022 | 11:51 PM

દેશસેવા કરતા જવાનોને  (soldiers) પરિવારજનો સાથે સમય ગાળવા મળતો નથી એટલા માટે જ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે BSFના જવાનો અને તેમનો પરિવાર સાથે રહીને રેસ્ટોરન્ટમાં જઈ શકે અને ખરા અર્થમાં નાચતા કુદતા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી શકે તે માટે અલાયદું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશભરમાં સ્વાતંત્ર દિવસની (75th Independence Day) ઉજવણી થઈ હતી, ત્યારે આ બધાથી તદ્દન અલગ રીતે અમદાવાદમાં ( BSF)ના જવાનો સાથે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. રજાઓના દિવસોમાં દેશવાસીઓ પોતાના પરિવારજનો સાથે હરવા ફરવા અને રેસ્ટોરન્ટમાં જમવા જતા હોય છે ત્યારે બોર્ડર પર રહીને દેશની સેવા કરતા આ જવાનો  (soldiers) પોતાના પરિવારજનો સાથે આ પ્રકારનો સમય ગાળવાની  વધારે તક મળતી નથી એટલા માટે જ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ઈન્ડોલિયન ગ્રુપ દ્વારા BSFના જવાનો અને તેમનો પરિવાર સાથે રહીને રેસ્ટોરન્ટમાં જઈ શકે અને ખરા અર્થમાં નાચતા કુદતા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી શકે તે માટે અલાયદું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વતંત્રતા દિવસની ઉજવણી BSF ના જવાનો તેમના પરિવારજનો સાથે એક સાથે દેશભક્તિના ગીતોના તાલે નાચી ને, ગીતો ગાઈને, ભારત માતા કી જયના જય ઘોષ સાથે, ઉજવણી કરતા જોવા મળ્યા હતા. BSF ના કમાન્ડર દેબાસીસ સાહુ એ જણાવ્યું હતું કે BSFના જવાનો માટે આ પ્રકારનું આયોજન રેસ્ટોરેન્ટમાં તેમના પરિવારજનો સાથે સૌ પ્રથમ વખત થયું છે જેમાં નાગરિકો સાથે જવાનો પણ હળી મળીને નાચતા કુદતા જોવા મળ્યા જે જોઈને કોઈપણ ભારતીય સેનાના જવાન માટે પણ આ ઘડી અવિસ્મરણીય સાબિત થાય તેમ હતી. સ્વતંત્રતાના આ પર્વ નિમિત્તે BSF ના કમાન્ડર દેબાસીસ બાસુ ના હસ્તે ઇન્ડોલિયન પિઝેરિયા માં સ્વદેશી ભાખરી પીઝાની પણ શરૂઆત કરવામાં આવી.

BSFના જવાનોના દેશભક્તિની સીધી વાતચીત અને પર્ફોમન્સ બાદ સ્વદેશી પીઝા-પાસ્તા અને ભારતીય વાનગીઓ ખવડાવીને અલગ જ અંદાજમાં સ્વતંત્રતાના મહાપર્વની ઉજવણી કરાઈ. 100 જેટલા જવાનો અને BSF ના ઉપરી અધિકારીઓ ને તેમના પરિવારજનો સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં સામેલ થયા. ભારતીયો માટે, ભારતીય થકી અને ભારતીયો દ્વારા ચાલતી ઇન્ડોલિયન પિઝેરિયા માં ભારતીયતાને સલામ કરીને, ભાખરી પિઝા જેવા અનેક નવા કન્સેપ્ટને સ્વદેશી સ્વાદની અનોખી પહેલને BSF જવાનોએ પ્રોત્સાહન આપ્યું

Published On - 11:46 pm, Mon, 15 August 22

Next Video