ગુજરાતમાં કોરોના વેક્સિનના Booster Dose અંગે અગ્ર આરોગ્ય સચિવનું મહત્વપૂર્ણ નિવેદન, જાણો શું કહ્યું

|

Dec 25, 2021 | 7:41 PM

Booster Dose : આ વાઈરસના આતંકને ખાળવા હવે વિશ્વના અમુક દેશોમાં બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત થઈ ગઈ છે.

GANDHINAGAR : એક તરફ કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે, ત્યાં હવે ડેલ્મિક્રોને પણ ચિંતા વધારી દીધી છે.. આ વાઈરસના આતંકને ખાળવા હવે વિશ્વના અમુક દેશોમાં બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે ભારતની સ્થિતિ જોતા બૂસ્ટર ડોઝને લઈને વૈજ્ઞાનિકો અને તબીબોમાં ચર્ચાઓ ચાલી રહી છે.તો આ તરફ ગુજરાતમાં રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે બુસ્ટર ડોઝ અંગે નિવેદન આપ્યું છે.

ગાંધીનગરમાં અગ્ર આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે કોરોના રસીના બુસ્ટર ડોઝ અંગે નિવેદન આપતા કહ્યું કે કેન્દ્ર સરકાર કહેશે ત્યારે ગુજરાતમાં બુસ્ટર ડૉઝ આપવાની શરૂઆત કરવામાં આવશે. બુસ્ટર ડોઝ અંગે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુસાર પ્રક્રિયા કરવામાં આવશે તેમજ આ પહેલા જો કોઈ વ્યક્તિ ગેરકાયદે રીતે બુસ્ટર ડૉઝ લેશે તો કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધીમાં લગભગ 60 ટકા નાગરિકોને રસી આપવામાં આવી છે. જો કે 40 ટકા નાગરિકો હજુ બાકી છે. એટલા માટે હાલમાં ભારતમાં બુસ્ટર ડોઝ લાગુ કરવાની પરવાનગી મળી નથી. કારણ કે સરકાર માને છે કે તેનું સમગ્ર ધ્યાન અત્યારે રસીકરણ પર છે. જ્યારે નિષ્ણાતો માને છે કે કોવેક્સ, જેને તાજેતરમાં WHO દ્વારા મંજૂરી આપવામાં આવી છે, તે બૂસ્ટર ડોઝ તરીકે કામ કરી શકે છે.

કેટલીક હોસ્પિટલ અને મહારાષ્ટ્ર જેવા કેટલાક કોવિડ પ્રભાવિત રાજ્યોએ કેન્દ્ર સરકારને આરોગ્ય કર્મચારીઓ માટે બૂસ્ટર ડોઝ આપવાની મંજૂરી માગી હતી.. આ રજૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષની શરૂઆતમાં જેમને રસી આપવામાં આવી હતી તેમને બૂસ્ટર ડોઝ આપવામાં આવે. જો કે કેન્દ્ર તરફથી કોઈ જવાબ આવ્યો નથી. જ્યારે ICMR અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એપિડેમિયોલોજીને બૂસ્ટર ડોઝ સંબંધિત અભ્યાસ સંયુક્ત રીતે શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : SURAT : 51 મોબાઈલ, 5 લેપટોપ સાથે મૂળ તમિલનાડુના બે ચોર ઝડપાયા, જાણો કેવી રીતે કરતા હતા ચોરી

આ પણ વાંચો : OMICRONના કેસો વધતા ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું

Next Video