Gujarat Weather : હવે ગુજરાતીઓ ઠુંઠવાવા તૈયાર રહેજો ! લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી આગામી 5 દિવસ રહેશે કાતિલ ઠંડી

|

Dec 07, 2022 | 7:36 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે. તો 5 દિવસ બાદ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે.

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી આગાહી રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની કરી શક્યતા છે. મધ્ય,ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે. તો 5 દિવસ બાદ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. મહત્વનું છે કે 3 દિવસ બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું

ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે, ત્યારે નલિયા 10 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો બીજી તરફ ગાંધીનગર, અમદાવાદ, ભુજ, કંડલા અને પોરબંદરના તાપમાનમાં પણ રોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં જ આ વખતે ઠંડીનો પારો ગગડ્યો છે. પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં પણ ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

Next Video