ઈફકોએ ખાતરના ભાવમાં વધારો કર્યો, ખેડૂતોની મુશ્કેલી વધી

ઈફકોએ ખાતરના ભાવમાં વધારો કર્યો, ખેડૂતોની મુશ્કેલી વધી

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 6:01 PM

ખેડૂતોનો આક્ષેપ છે કે એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના મસ મોટા વાયદા કરે છે. પરંતુ તેની સામે મોંઘા બિયારણ અને મોંઘા ખાતરના કારણે ખેડૂતોને ખેતી કરવી પણ પરવડે તેમ નથી. આવી સ્થિતિ વચ્ચે વધેલો ખાતરનો ભાવ ખેડૂતો માટે મુશ્કેલી સમાન સાબિત થવાનો છે એ નક્કી છે. 

ઈફ્કોએ(IFFCO) ડીએપી ખાતરના(DPA Fertilizetr) ભાવમાં વધારો કરાતાં હવે ખેડૂતોની(Farmers) મુશ્કેલી વધી છે.વીજળીની સમસ્યા સામે ઝઝૂમતા ખેડૂતો પર મોંઘા બિયારણ બાદ મોંઘા ખાતરનો માર પડ્યો છે.ઈફ્કોએ ડીએપી ખાતરના ભાવમાં 150 રૂપિયા વધારો કરતાં નવો ભાવ 1 હજાર 350 થયો છે. એનપીકે ખાતરના ભાવમાં 285 રૂપિયાનો વધારો કરાયો છે. આમ એનપીકે ખાતરનો નવો ભાવ 1 હજાર 470 રૂપિયા થયો છે. ડીઝલના વધેલા ભાવ બાદ ખાતરનો ભાવ વધતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. ખેડૂતોનો રોષ જોતાં વિપક્ષે પણ સરકારને ઘેરવા આ મુદ્દાને ઉઠાવ્યો.કોંગ્રેસે કહ્યું કે હજી ખેડૂતોને અપાતી વીજળી કાપનો મુદ્દો સરખો ઉકેલી શકાતો નથી, ઉપરથી આ વધારાનો બોજ ખેડૂતોનું જીવવું મુશ્કેલ કરશે.તો કિસાન કોંગ્રેસે પણ સવાલ ઉઠાવતા કહ્યું કે ખાતર ઉત્પાદક કંપનીઓને 1 લાખ 35 હજાર કરોડની સબસીડી આપવામાં આવે છે તેમ છતાં ખાતરના ભાવ કેમ વધે છે. જોકે આક્ષેપોના આ મારા વચ્ચે કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આ મુદ્દો કેન્દ્ર સરકાર તરફ સરકાવી દીધો.તેમણે કહ્યું કે ભાવ વધારાનો નિર્ણય કેન્દ્ર સરકાર કરતી હોય છે..

ખેડૂતોનો આક્ષેપ છે કે એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના મસ મોટા વાયદા કરે છે. પરંતુ તેની સામે મોંઘા બિયારણ અને મોંઘા ખાતરના કારણે ખેડૂતોને ખેતી કરવી પણ પરવડે તેમ નથી. આવી સ્થિતિ વચ્ચે વધેલો ખાતરનો ભાવ ખેડૂતો માટે મુશ્કેલી સમાન સાબિત થવાનો છે એ નક્કી છે.

આ પણ વાંચો :  ગુજરાતી ઉદ્યોગપતિ નરેન્દ્ર રાવલે પીએમ મોદી સાથે મુલાકાત કરી, આફ્રિકામાં ભારતીયોના વિકાસ માટે ચર્ચા વિચારણા કરી

આ પણ વાંચો :  Ahmedabad : મિત્ર એ જ કરી મિત્રની ઘાતકી હત્યા, બે આરોપી ઝડપાયા, એક હજુ ફરાર

g clip-path="url(#clip0_868_265)">