Devbhoomi Dwarka: અપના હાથ જગ્ન્નાથ, તંત્રએ ન કરી મદદ તો ખેડૂતોએ સ્વખર્ચે બનાવ્યો રસ્તો!

|

Aug 01, 2022 | 12:09 AM

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના (Khmabhaliya) ખેડૂતોએ રાહ જોવાને બદલે જાતે જ રોડ બનાવવાનો નિર્ધાર કર્યો હતો. ઠાકર શેરડીથી પીપળીયા અને માળી ગામ સુધીના 7 કિલોમીટરના રોડને બનાવવાની ગ્રાન્ટ મંજૂર હોવા છતાં રોડ ન બન્યો અને આખરે ગ્રામજનો સ્વખર્ચે આ રોડ બનાવીને તંત્રને આયનો બતાવ્યો છે.

દેવભૂમિ દ્વારકાના (Devbhoomi Dwarka) ખેડૂતોએ સરકારની રાહ ન જોતા જાતે જ રસ્તો બનાવવાનું કામ ઉપાડી લધું હતું. ઘણીવાર રોડ બનાવવા માટે સરકાર દ્વારા ગ્રાન્ટ મંજૂર હોવા છતાં ગ્રામજનોએ રોડ બનવાની રાહ જોવી પડતી હોય છે, પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના (Khmabhaliya) ખેડૂતોએ રાહ જોવાને બદલે જાતે જ રોડ બનાવવાનો નિર્ધાર કર્યો હતો. ઠાકર શેરડીથી પીપળીયા અને માળી ગામ સુધીના 7 કિલોમીટરના રોડને બનાવવાની ગ્રાન્ટ મંજૂર હોવા છતાં રોડ ન બન્યો અને આખરે ગ્રામજનો સ્વખર્ચે આ રોડ બનાવીને તંત્રને આયનો બતાવ્યો છે. જે ખેડૂતો જમીનની છાતી ચીરીને તેમાંથી અનાજ પકવતા હતા એ ખેડૂતોએ હવે તેમની મુશ્કેલીઓ પર પથ્થર અને માટીની ચાદર પાથરી દીધી છે. ગ્રામજનોએ જાતે જ વાહનો લઈને રોડ બનવવા પરસેવો પાડ્યો, જેથી સરળતાથી આ માર્ગ લોકો પસાર કરી શકે.

100થી વધારે પરિવારોને થશે ફાયદો

રસ્તો ખરાબ હોવાથી ખેડૂતો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. આ અંગે તંત્રમાં અનેક રજૂઆતો કરી પણ કોઈએ ધ્યાન ન આપતા ખેડૂતોએ જાતે ફાળો ઉઘરાવી ફંડ ભેગુ કર્યું અને આઠ ટ્રેકટર એક જેસીબી (JCB) અને એક કટર મશીન સહિતના સાધનો સાથે રસ્તો બનાવ્યો હતો. રસ્તો બિસ્માર હાલતમાં હોવાના કારણે અહીંના 100 જેટલા પરિવારોને અસર થતી હતી. રજૂઆતોનું પરિણામ ન આવતા સ્થાનિકોએ કોઈની રાહ જોયા વિના અઠવાડિયાથી આ રોડ રસ્તાનું કાર્ય શરૂ કર્યું હતું આ રોડ પોતાની જાતે જ બનાવવાનું નક્કી કરી અને કપચી ભરી રોડ બનાવી નાખ્યો હતો.

ખેડૂતોએ જાતે ફાળો ઉઘરાવી ફંડ ભેગુ કર્યું અને આઠ ટ્રેકટર એક જેસીબી અને એક કટર મશીન સહિતના સાધનો સાથે રસ્તો બનાવ્યો હતો. આ રસ્તો બનાવવા માટે અંદાજે 4 કરોડ રૂપિયા મંજૂર થયા હોવા છતાં રોડ બનવવા તંત્ર આગળ કેમ ન આવ્યું તે મોટો સવાલ છે, જાતે જ રોડ બનાવીને ખેડૂતોએ તો પોતાની મુશ્કેલી થોડી ઓછી કરી, પરંતુ સરકારી ગ્રાન્ટનો ઉપયોગ અહીં પાકો રોડ બનાવવા માટે ક્યારે થશે તેની રાહ જોવાઈ રહી છે.

Published On - 11:59 pm, Sun, 31 July 22

Next Video