IAS કે. રાજેશની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, CBIની તપાસમાં હવે ED અને ઈન્કમ ટેક્સ પણ જોડાઈ શકે

|

Jun 06, 2022 | 11:50 PM

લાંચ અને ખોટી રીતે લાભ (Corruption) કરાવવા મામલે CBI દ્વારા સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશ સામે તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા પટેલે 11 મેએ 27 મુદ્દા સાથેનો 15 પાનાંનો એક પત્ર લખી કે. રાજેશની નાણાકીય ગેરરીતિનો ઘટસ્ફોટ કર્યો હતો.

IAS કે.રાજેશની મુશ્કેલી વધી શકે છે. હવે કે.રાજેશ સામે થયેલા ભ્રષ્ટાચાર કેસમાં ઇન્કમટેક્સ (Income Tax) અને ઈડી પણ તપાસમાં જોડાઈ શકે છે. IAS કે.રાજેશ સામે CBIની ચાલી રહેલી તપાસમાં ઈન્ક્મટેક્સ અને ED જોડાઈ શકે છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કે.રાજેશના બેંક વ્યવહારમાં મોટા ટ્રાન્જેકશનો હોવાથી ઈન્ક્મટેક્સ વિભાગ તપાસમાં સક્રિય બને તેવી શક્યતા છે. મહત્વનું છે કે કે.રાજેશ સામે ભ્રષ્ટાચારને લઈ CBI હાલ 3 ડઝનથી વધુ બેન્ક એકાઉન્ટના વ્યવહારની તપાસ કરી રહી છે. એટલું જ નહીં CBIની બીજી ટીમ હાલ પ્રોપર્ટીના દસ્તાવેજો પણ તપાસી રહી છે. તપાસ દરમિયાન પ્રોપર્ટીની વાસ્તવિક કિંમત અને દસ્તાવેજની કિંમતમાં મોટો તફાવત હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે લાંચ અને ખોટી રીતે લાભ (Corruption) કરાવવા મામલે CBI દ્વારા સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશ સામે તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા પટેલે 11 મેએ 27 મુદ્દા સાથેનો 15 પાનાંનો એક પત્ર લખી કે. રાજેશની નાણાકીય ગેરરીતિનો ઘટસ્ફોટ કર્યો હતો. આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીને લખવામાં આવ્યો હતો અને કે. રાજેશ વિરુદ્ધ સીબીઆઈ તપાસની માગ કરી હતી.

પૂર્વ સાંસદ સોમા પટેલ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર વખત સાંસદ અને લીંબડી અને વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ત્રણ વખત ધારાસભ્યપદે રહી ચૂક્યા છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી સતત તપાસ ચાલુ હોય એક પછી એક પુરાવાઓ સીબીઆઈના હાથ લાગી રહ્યા છે. તેમજ IAS કે. રાજેશના ભાઈ અને પત્નીના બેંકિંગ વ્યવહારો પર સીબીઆઈ નજર રાખી રહી છે અને તપાસ આગળ વધારી રહી છે.

Next Video