ગઢડાના રામપરા ગામે ખનીજ માફિયા બેફામ, રેતી ચોરી કરી રેહલા ઈસમોને અટકાવાતા સરપંચ પતિ પર હુમલો

|

May 17, 2022 | 9:30 AM

Gadhada : નદીમાંથી રેતી ચોરી કરી રહેલા ખનીજ માફિયાઓને અટકાવતા મહિલા સરપંચના પતિ પર હુમલો કરવામાં આવ્યો હતો.

ગઢડાના રામપરા ગામે ખનીજ માફિયા બેફામ, રેતી ચોરી કરી રેહલા ઈસમોને અટકાવાતા સરપંચ પતિ પર હુમલો
Husband of Gadhada village's Sarpanch attacked by sand mafia, Botad

Follow us on

Botad News : બોટાદ જિલ્લાના ગઢડાના (Gadhda)રામપરા ગામે ખનીજ માફિયાઓ (Sand Mafiya) દ્વારા સરપંચના પતિ પર હુમલો કરાયો છે.નદીમાંથી રેતી ચોરી કરી રહેલા ખનીજ માફિયાઓને અટકાવતા મુકેશ ડેકાણી પર હુમલો કરવામાં આવ્યો હતો. સરપંચ પતિ પર વિનુ ગાબુ અને હરેશ ગાબુએ બિભત્સ ગાળો બોલી હુમલો કર્યો હતો. બનાવની ફરિયાદ કરવામાં આવતા પોલીસે (Gadhda Police)  આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

અનેક જિલ્લામાંં બેફામ બની રહ્યા છે ખનીજ માફિયા

આ પહેલા પણ અવારનવાર ખનીજ માફિયાનો આતંક જોવા મળે છે. રાજકોટ જિલ્લામાં વહેતી અને પોરબંદર ના દરિયામાં ભળતી ભાદર નદીનો ધોરાજીથી ઉપલેટા સુધીનો કાંઠા વિસ્તાર એ ખનીજ માફિયાઓ માટે સ્વર્ગ સમાન છે, આ વિસ્તારમાં સરકારની મંજૂરી સાથે અને વગર મંજૂરીની અને ગેરકાયદેસર ચાલતી અનેક રેતીની લીઝ છે, ધોરાજી થી ઉપલેટા સુધીના નદી કાંઠા વિસ્તાર ઉપર 40 થી 50 જેટલી લીઝો ગેરકાયદેસર ધમધમી રહી છે.

માફિયા સામે કડક કાર્યવાહી કરવા માગ

ખનીજ માફિયાઓ તંત્રના આંખ મિચામણાનો લાભ ઉઠાવી રહ્યા છે. ખનીજ માફિયાઓએ ખનીજના વહન માટે નદીના પાણી વચ્ચે રસ્તો પણ બનાવીને આ સમગ્ર કાંડ કરતા હોય છે. ખનીજ માફિયાઓએ ખનીજના વહન માટે નદી વચ્ચે રસ્તો બનાવી લીધો છે છતાં તંત્રની બલિહારી જુઓ કે આજ સુધી આ રસ્તા વિશે તંત્રના કોઈ અધિકારીએ તપાસ પણ કરી નથી. ધોળા દિવસે દેખાતો આ ગેરકાયદેસર રસ્તાના નિર્માતાઓની નથી તો તપાસ થઈ કે નથી. ગ્રામજનોની રજુઆત બાદ સરપંચ દ્વારા કોઈ એક્શન લેવામાં આવે તો ખનીજ માફિયા આ રીતે બેફામ બનીને આંતક મચાવતા જોવા મળેછે. ત્યારે હવે સરપંચ સહિત ગ્રામજનોની માંગ છે કે આ માફિયા સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

Published On - 9:15 am, Tue, 17 May 22

Next Video