Bhavnagar: વિદ્યાર્થીઓ ક્યાં સુધી કરશે જોખમી સવારી?

|

Jul 30, 2022 | 7:19 PM

ભાવનગરના તળાજામાં (Talaja) એસટી બસ નિગમની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા છે. તળાજાના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને જીવના જોખમે છકડામાં મુસાફરી કરવા મજબૂર થવું પડ્યું છે. બસની સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ છકડામાં જીવના જોખમે મુસાફરી કરે છે.

ભાવનગરમાં (Bhavnagar) વિદ્યાર્થીઓ છકડામાં જોખમી રીતે બેસીને શાળાએ જઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. આ દ્રશ્યોમાં જોવા મળે છે કે વિદ્યાર્થીઓ (Students) ઠસોઠસ બેસીને શાળાએ જઈ રહ્યા છે. આ દ્રશ્યો એસ.ટી. બસ નિગમની પોલ ખોલી રહ્યા છે. શાળાએ જવા માટે બસની સુવિધા સારી તથા સમયનસર ન હોવાને કારણે વિદ્યાર્થીઓ છકડામાં જવા મજબૂર બન્યા છે ત્યારે વારંવાર રજૂઆતો કરવા છતાં  ભાવનગરમાં  બસની સુવિધા યોગ્ય રીતે પૂરી પાડવામાં આવતી નથી. આ રીતે મુસાફરી કરીને બાળકો શાળાએ જાય છે ત્યારે માતા-પિતા સતત ચિંતામાં રહે છે કે તેમનું બાળક સુરક્ષિત શાળાએ પહોંચે અને શાળાએથી સુરક્ષિત રીતે ઘરે પાછું પણ આવે.

જીવના જોખમે મુસાફરી

ભાવનગરના તળાજામાં (Talaja) એસટી બસ નિગમની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા છે. તળાજાના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને જીવના જોખમે છકડામાં મુસાફરી કરવા મજબૂર થવું પડ્યું છે. બસની સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ છકડામાં જીવના જોખમે મુસાફરી કરે છે. આ અંગે તળાજાના ધારાસભ્ય અને વાલીઓ અનેક રજૂઆતો કરીને થાક્યાં છતાં કોઈ જ ઉકેલ નથી આવતો. બસ આગળના ગામેથી ખચોખચ ભરાઈને આવતી હોવાથી વિદ્યાર્થીઓને બસમાં બેસવાની જગ્યા નથી મળતી. સ્કૂલે જતી વખતે અને સ્કૂલમાંથી છૂટ્યા બાદ વિદ્યાર્થીને કલાકો સુધી બસની રાહ જોવી પડે છે. આખરે બસ ન આવતાં તેઓ ભાડા ભરીને જોખમી સવારી કરવા મજબૂર બન્યા છે. ધારાસભ્ય કનુ બારૈયાની માગ છે કે વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક બસ શરૂ કરવામાં આવે. જેથી વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર થઈ શકે.

વાલીઓના જીવ તાળેવ ચોંટેલા રહે છે

આ રીતે મુસાફરી કરીને બાળકો શાળાએ જાય છે ત્યારે માતા-પિતા સતત ચિંતામાં રહે છે કે તેમનું બાળક સુરક્ષિત શાળાએ પહોંચે અને શાળાએથી સુરક્ષિત રીતે ઘરે પાછું પણ આવે. વળી બાળકો છકડામાં બેસીને ઘણીવાર તોફાન મસ્તી કરતા હોય છે ત્યારે પડવા વાગવાનું જોખમ વધારે વધી જાય છે. આથી  બાળકો જ્યાં સુઘી ઘરે ન આવે ત્યાં સુધી વાલીઓના જીવ તાળવે ચોંટેલા રહે છે.

Next Video