કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે આણંદની મુલાકાતે, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પ્રી વાઇબ્રન્ટ સમીટમાં રહેશે ઉપસ્થિત

|

Dec 15, 2021 | 5:56 PM

Anand: અમિત શાહ આવતીકાલે આણંદમાં 'એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ પ્રિ-વાઈબ્રન્ટ સમિટ' માટે ગુજરાત આવશે. આ કાર્યક્રમ અમુલના સરદાર પટેલ ઓડિટોરીયમમાં યોજાશે.

Amit shah in Anand: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah In Gujarat) આવતીકાલે આણંદની મુલાકાતે આવશે. જેને લઈ સ્થાનિક તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. આવતીકાલે અમિત શાહ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પ્રી વાઇબ્રન્ટ સમીટમાં (Vibrant Summit) ઉપસ્થિત રહેશે. તેમજ નેશનલ કોનક્લેવ ફોર નેચર ફાર્મિંગ કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આ કાર્યક્રમ અમુલના સરદાર પટેલ ઓડિટોરીયમમાં યોજાશે. ગૃહપ્રધાનના આગમનને લઈ આણંદ હેલિપેડ ખાતે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડએ ચેકિંગ કરી આગમનની તૈયારી કરી છે. અને અમુલથી હેલિપેડ સુધીનું પોલીસે સુરક્ષાની તપાસ કરી.

જણાવી દઈએ કે 2 દિવસ અગાઉ જ અમિત શાહ ઓચિંતા અમદાવાદ આવ્યાના અહેવાલ આવ્યા હતા. સ્નેહીજનના પૃત્યુંને કારણે તેઓ અમદાવાદ આવ્યા હોવાની માહિતી સામે આવી હતી. તો ડિસેમ્બર મહિનામાં અમિત શાહ આ ત્રીજી વખત ગુજરાત આવી રહ્યા છે.

આ અગાઉ અમિત શાહ 11 ડિસેમ્બરે જ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે ઘણા લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અમદાવાદમાં વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah) કહ્યું હતું કે , કોરોનાકાળમાં પણ ગુજરાત સરકારે કામોની ગતિ રોકાવા દીધી ન હતી. ભારતમાં સૌથી વિકસિત લોકસભામાં ગાંધીનગર લોકસભાનો સમાવેશ થાય તે માટે હું કોઈ જ કચાશ નહીં રાખું.

તેમણે રસીકરણ અંગે જણાવ્યું હતું કે ગાંધીનગર લોકસભામાં 100 ટકા રસીકરણ થયું છે. તેમજ જે લોકોએ હજુ રસીનો બીજો ડોઝ નથી લીધો તેમને રસીકરણ કેન્દ્ર પર જઇને રસી લેવી જોઇએ.

 

આ પણ વાંચો: Vibrant Gujarat Summit : આણંદ કૃષિ યુનિવર્સિટીમાં એગ્રો સમિટના બીજા દિવસે નિષ્ણાતોએ કૃષિ ટેકનોલોજી અંગે વિચારો રજુ કર્યા

આ પણ વાંચો: Hindu Ekta Mahakumbh: મોહન ભાગવતે, ધર્મ છોડનારાઓને ઘર વાપસીના શપથ લેવડાવ્યા, કહ્યું- તમારા માટે નહીં પરંતુ તમારા પ્રિયજનો માટે કરો કામ

Next Video