મહીસાગર જિલ્લામાં પણ ખાબક્યો વરસાદ, શિયાળુ પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ

મહીસાગર જિલ્લામાં પણ ખાબક્યો વરસાદ, શિયાળુ પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ

| Edited By: | Updated on: Nov 26, 2023 | 4:43 PM

મહીસાગરના કડાણા, વીરપુર અને બાલાસિનોરમાં વરસાદ વરસ્યો છે. જેના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે. તો બીજી તરફ વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા હતા.હવામાન વિભાગની આગાહી મુજબ માવઠું આવતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

રાજ્યમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે માવઠાએ રાજ્યમાં સાર્વત્રિક કેર વર્તાવ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદે ધોધમાર બેટિંગ કરી છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ વરસાદ ખાબક્યો હતો. મહીસાગરના ખાનપુર, લુણાવાડા, સંતરામપુરમાં વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો રાજ્યના 8 જિલ્લાના ખેડૂતો માટે રવિ સિઝનને લઈને આનંદના સમાચાર, કડાણા ડેમમાંથી કેનાલમાં છોડાશે પાણી, જુઓ વીડિયો

આ ઉપરાંત કડાણા, વીરપુર અને બાલાસિનોરમાં વરસાદ વરસ્યો છે. જેના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે. તો બીજી તરફ વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા હતા.હવામાન વિભાગની આગાહી મુજબ માવઠું આવતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો