ખંભાળિયા, દ્વારકા અને કલ્યાણપુર પંથકમાં ભારે વરસાદ, ભોગાત ગામે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા

|

Sep 15, 2022 | 9:53 PM

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. કલ્યાણપુરમાં ધોધમાર વરસાદને કારણે મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

Devbhoomi dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. કલ્યાણપુરમાં ધોધમાર વરસાદને કારણે મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. કલ્યાણપુરના ભોગાત ગામે મુખ્ય રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. એટલું જ નહીં ભાટીયા અને લાંબા શહેરના મુખ્ય રસ્તા પર પણ વરસાદી પાણી ફરી વળ્યાં છે. જેને લઇ લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. લોકો ટ્રેક્ટરની મદદથી રસ્તો પસાર કરવા મજબૂર બન્યાં છે. તો કલ્યાણપુર ગ્રામ્ય પંથકમાં ખેતરો પણ પાણીથી તરબોળ થયા છે. જેને લઇ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ગુજરાતમાં 205 તાલુકામાં મેઘમહેર

ગુજરાતમાં મેઘરાજાની મહેર સતત વરસી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાક એટલે કે 14 સપ્ટેમ્બર સવારે 6 કલાકથી 15 સપ્ટેમ્બર સવારે 6 કલાક સુધીમાં રાજ્યના 205 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાંથી 91 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. તો સુરેન્દ્રનગરના સાયલામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. નવસારીમાં 3.5, મોડાસામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. વાપી, ગઢડા અને બાબરામાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો છે.

ચાર કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ

તો આજે એટલે 15 સપ્ટેમ્બરે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં વરસેલા વરસાદની વરસાદની વાત કરીએ તો ચાર કલાકમાં જ 107 તાલુકામાં મેઘમહેર થઇ છે. જેમાંથી 47 તાલુકામાં અડધા ઇંચથી લઇને સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સુરત, ગીરસોમનાથ, વલસાડ, રાજકોટ અને અમરેલીમાં ચાર કલાકમાં જ બે ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. વરસાદના પગલે આ વિસ્તારોમાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Next Video