ડાકોરમાં ચારેકોર પાણી: નગર પાલિકાની બેદરકારીને કારણે સ્થાનિકો અને યાત્રાળુઓને હાલાકી

Kheda: ડાકોર યાત્રાધામમાં સ્થાનિકો અને યાત્રાળુને ભારે હાલાકી પડી રહી છે. રણછોડજી મંદિરના મુખ્ય દરવાજા પાસે વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે.

ડાકોરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. વરસાદના કારણે ડાકોર મંદિરના મુખ્ય દરવાજા પાસે પાણી ભરાયા હતા. આ કારણે મંદિરમાં આવતા દર્શનાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ડાકોરના સોસાયટી વિસ્તાર ગોપાલપુરા વિસ્તાર, ગણેશ ટોકીઝ પાસે પણ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા. જાહેર છે કે ભાદરવા મહિનામાં વરસાદે માજા મૂકી છે તેની અસર્માનવ જીવન પર પડી રહી છે. ઉપરાંત ઘણી જગ્યાએ વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી દીધી છે.

ડાકોરમાં નગર પાલિકાની બેદરકારીને કારણે અવારનવાર સામાન્ય વરસાદમાં પણ ભરાઈ જાય છે. અને તેના કારણે ઢીંચણ સુધીના પાણીમાં લોકોને ચાલવું પડે છે. એટલું જ નહીં વરસાદના કારણે ડાકોર મંદિર આજુબાજુ પણ પાણી ભરાયેલા જોવા મળે છે. એક તરf ડાકોર શહેરમાં રાજકારણીઓ ચૂંટણીમાં વ્યસ્ત અને પ્રજા પરેશાનીઓથી ત્રસ્ત છે.

 

આ પણ વાંચો: Surat : સતત બીજા દિવસે સુરત શહેર વરસાદથી તરબતર, અવિરત વરસાદ વરસતો રહ્યો તો ખાડીઓ ઓવરફ્લો થવાની ચિંતા

આ પણ વાંચો: Surat : અમદાવાદની જેમ હવે સુરતમાં પણ હોટેલ રેસ્ટોરન્ટમાં વેક્સિનેશન સર્ટી ફરજીયાત થઇ શકે છે !

Click on your DTH Provider to Add TV9 Gujarati