દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ, જુઓ Video

|

Jun 16, 2024 | 6:00 PM

દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ખંભાળિયામાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તોરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. તો જોધપુર ગેટ, સ્ટેશન રોડ, બેઠક રોડ સહિતના વિસ્તારોમાં નદીઓ વહેતી થઇ છે.

લોકો જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહ્યા હતા એવા મેઘરાજાએ રાજ્યમાં કડાકાભડાકા સાથે ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે. દેવભૂમી દ્વારકામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ખંભાળીયામાં 4 કલાકમાં સાડા સાત ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે, તો ભાણવડમાં 2 ઇંચ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે.

ખંભાળિયાના અનેક વિસ્તોરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. તો જોધપુર ગેટ, સ્ટેશન રોડ, બેઠક રોડ સહિતના વિસ્તારોમાં નદીઓ વહેતી થઇ છે. ભારે વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે. વિજલપર, કેશોદ, ઠાકર શેરડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.

બીજી તરફ પોરબંદરમાં પણ 2 કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી જોવા મળ્યું. તો જૂનાગઢમાં પણ મેઘરાજાએ જમાવટ કરી છે. તો વલસાડ સહિત ડાંગ પંથકમાં સતત વરસાદી માહોલ જામ્યો છે અને મેઘ મહેરને પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.

 

Published On - 6:00 pm, Sun, 16 June 24

Next Video