Banaskantha: ભારે વરસાદ બાદ ડીસા-થરાદ હાઈવે પર ભરાયા પાણી, તો દાંતા-અંબાજી માર્ગ પર અનેક શિલા ધરાશાયી

|

Aug 17, 2022 | 9:26 AM

બનાસકાંઠામાં (Banaskantha) ભારે વરસાદના (Rain) પગલે અનેક વિસ્તારો પાણી-પાણી થઇ ગયા. ભિલડી અને દિયોદરમાં તો જાણે રસ્તા પર જ નદી વહેવા લાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

ગુજરાતના (Gujarat) બનાસકાંઠામાં (Banaskantha) ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં પાલનપુરમાં (Palanpur) નેશનલ હાઈવે જ લોકો માટે મુશ્કેલીનો રસ્તો બની ગયો છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો પાણી-પાણી થઇ ગયા. ભિલડી અને દિયોદરમાં તો જાણે રસ્તા પર જ નદી વહેવા લાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. તો ધાનેરા, અમિરગઢ, ડીસા અને દાંતીવાડામાં પણ વરસાદના કારણે પાણી ભરાઇ ગયા હતા. બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદને કારણે સોની ગામને જોડતા બે રોડ બંધ થયા. તો ડીસા-થરાદ ફોર લાઈન હાઈવે પર પાણી ભરાઇ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અંબાજીમાં પણ બજારોમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

અંબાજીમાં વેપારીઓને હાલાકી

બનાસકાંઠા જિલ્લાના ડીસા-થરાદ ફોર લાઈન હાઈવે પર પાણી ભરાઇ ગયા છે. લાખણીના મોટાકાપરા અને ગોઢા ગામ પાસે પણ પાણી ભરાઇ ગયા છે. ઘણા કલાકથી વધુના સમયથી હાઈવે પર પાણી ભરાયેલા છે. નાના વાહન ચાલકો પાણીના કારણે રસ્તામાં અટવાયા હતા. અનેક વાહનો પાણીમાં બંધ પડવાની ઘટના બની હતી. તો બીજી તરફ અંબાજીમાં પણ રાત્રી દરમિયાન ભારે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી અંબાજીના બજારોમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

તો બનાસકાંઠાના દાંતા-અંબાજી માર્ગ પર ભારે વરસાદને લઈ ભેખડો ધસી પડવાના બનાવ બની રહ્યા છે. હરિવાવ પાસે શીલા રોડ પર ધસી આવી હતી. મોટી પથ્થરની શીલા રોડ વચ્ચે આવી જતા અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે વહીવટી તંત્ર પણ ચિંતામાં મુકાયુ છે.

Published On - 9:15 am, Wed, 17 August 22

Next Video