VIDEO : ખંભાળિયામાં સતવારા સમાજની બેઠકમાં હોબાળો, એક જ સમાજના ભાજપ-કોંગ્રેસના સમર્થકો આવી ગયા આમને-સામને

|

Nov 25, 2022 | 8:21 AM

ભાણવડ પંથકના સતવારા સમાજના યુવાને બેઠકને લઈ ગંભીર આક્ષેપ કર્યા. તેમણે કહ્યું કે, સમાજના લોકોની નહીં પણ ભાજપના કાર્યકરોની બેઠક મળી.

ગુજરાત ઈલેક્શન 2022: ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે આગંળીના ટેરવે ગણી શકાય તેટલા દિવસો બાકી છે, ત્યારે જુદા-જુદા સમાજ બેઠક યોજીને શક્તિ પ્રદર્શન કરતા જોવા મળે છે. ત્યારે દેવભૂમિદ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં સતવારા સમાજની બેઠક દરમિયાન કકળાટ સામે આવ્યો છે.  એક જ સમાજના ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે બોલાચાલી થતા હોબાળો મચી ગયો હતો. ભાણવડ પંથકના સતવારા સમાજના યુવાને બેઠકને લઈ ગંભીર આક્ષેપ કર્યા. તેમણે કહ્યું કે, સમાજના લોકોની નહીં પણ ભાજપના કાર્યકરોની બેઠક મળી. જો કે બાદમાં મામલો ઉગ્ર બનતા સમાજના આગેવાનોએ મામલો થાળે પાડ્યો.

ચૂંટણી પહેલા મતદારો આક્રમક અંદાજમાં !

તો બીજી તરફ દ્વારકા બેઠકના ભાજપ ઉમેદવાર પબુભા માણેકને ગ્રામ્ય વિસ્તારમાં કામને લઈ પ્રજાએ સવાલ ઉઠાવતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગોકલપર ગામમાં પબુભા માણેકની જાહેરસભાનું આયોજન હતું. જેમાં ગામના ત્રણથી ચાર યુવાનોએ રોડના કામને લઈ સવાલ ઉઠાવતા જાહેરમાં બોલાચાલી થઈ હતી. જો કે ગામના જ આગેવાનો અને સમર્થકોએ અનાજ, રોજગારી સહિતના મુદ્દે કામ કર્યાનું કહીને યુવકોને રોષને ખાળવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ગોકલપર ગામના ત્રણથી ચાર યુવાનોએ વિવિધ મુદ્દે સવાલો પબુભા માણેક અને ભાજપ આગેવાનોને પૂછવાનું ચાલુ રાખ્યું. છેવટે ઉગ્ર દલીલો થતા પબુભા માણેકે માઈક હાથમાં લીધુ અને આક્રમક અંદાજમાં યુવાનોને વ્યવસ્થિત રીતે પોતાની રજૂઆત કરવા ટકોર કરી હતી.

Next Video