ગુજરાતમાં બે દિવસ સીવીયર હીટવેવની આગાહી, 45 ડિગ્રી સુધી તાપમાન જવાની શક્યતા

|

Apr 08, 2022 | 2:17 PM

ગુજરાત (Gujarat) માં કાળઝાળ ગરમી (Heat) નો પ્રકોપ વધ્યો. રાજ્યમાં ગુરૂવારે સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ. કંડલા એરપોર્ટ પર સર્વાધિક 45 ડિગ્રી તાપમાન રહ્યું. તો સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી ગરમી પડી. અમરેલી,ડીસા અને ભુજમાં પણ 43.4 ડિગ્રી ગરમી નોંધાઇ.

ગુજરાતવાસીઓએ આકરા તાપમાં શેકાવા ફરીથી તૈયાર રહેવુ પડશે. આગામી દિવસોમાં પણ રાજ્યભરમાં ઉનાળાની (Summer) ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના  (Gujarat) કેટલાક સ્થળોએ હીટવેવ રહેશે. રાજકોટ, પોરબંદર, ગીર, ડીસા, પાલનપુરમાં હીટવેવ રહેશે. ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો ફરી ઉંચકાશે. ગુરુવારે ગુજરાતના કેટલાક શહેરોમાં તાપમાન 43 ડિગ્રીથી વધુ નોંધાયુ છે. તો મોટાભાગના જિલ્લામાં તાપમાન 41 ડિગ્રી આસપાસ પહોંચી ગયુ છે. હવામાન (Weather) વિભાગે ગરમીથી બચવા માટે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે

સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ પર નોંધાયુ

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો. રાજ્યમાં ગુરૂવારે સિઝનની અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ. કંડલા એરપોર્ટ પર સર્વાધિક 45 ડિગ્રી તાપમાન રહ્યું. તો સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી ગરમી પડી. અમરેલી,ડીસા અને ભુજમાં પણ 43.4 ડિગ્રી ગરમી પડી. અમદાવાદમાં 43.2 ડિગ્રી આકરી ગરમીથી શહેરીજનો તોબા પોકારી ગયા. હવામાન ખાતાના મતે ગરમીનું જોર શુક્રવારે હજુ વધી શકે છે. બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં હિટવેવની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે જ વૃદ્ધો અને બાળકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નિકળવા પણ અપીલ કરવામાં આવી છે.

હવામાન વિભાગની અપીલ

મહત્વનું છે કે પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઉંચો રહેશે. લોકોને બપોરના 12થી 4 દરમિયાન કામ વગક ઘર બહાર ના નિકળવાની અપીલ કરવામાં આવી છે. તો શરીરને સનસ્ટ્રોક અને ડીહાઈડ્રેશનથી બચાવવા ભરપૂર માત્રામાં લીંબુપાણી પીવાના સુચન કરાયા છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ગરમી વધશે..જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટમાં પણ કાળઝાળ ગરમી પડશે.તો બીજી તરફ હિટવેવની આગાહીને પગલે લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો-Vadodara: ધર્માંતરણ અને આફમી હવાલા કૌભાંડ કેસના આરોપી મોહમ્મદ હુસેન મન્સૂરી સહિત ત્રણના જામીન મંજૂર

આ પણ વાંચો-Banaskantha: યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ આજથી શરુ, લાખો શ્રદ્ધાળુ દર્શનનો લાભ લઇ શકશે

Published On - 9:38 am, Fri, 8 April 22

Next Video