Gujarati Video: રાજકોટમાં 22 ધંધાર્થીઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા, ભેળસેળવાળી વરીયાળી, હળદરનો જથ્થો જપ્ત

|

Apr 15, 2023 | 5:28 PM

રાજકોટ (Rajkot) મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોઠારીયા રોડ અને નાનામવા રોડના અનેક ધંધાર્થીઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. 22 ધંધાર્થીઓને ત્યાથી ખાદ્યચીજોના નમુના લેવામાં આવ્યા હતા.

હાલમાં આખા વર્ષના મસાલા ભરવાની સીઝન શરુ થઈ ગઈ છે. બીજી તરફ આ મસાલાઓમાં ભેળસેળ થઈ રહ્યાની રાવ ઉઠી રહી હતી. ત્યારે રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા મસાલા વેચનારા ધંધાર્થીઓના ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ડ્રાઈવ શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચો-Gujarati Video: ડમીકાંડમાં પોતાની સામે થયેલા આરોપો યુવરાજે ફગાવ્યા, કહ્યુ- કેટલાક લોકો યેનકેન પ્રકારે મારુ મોંઢું બંધ કરવાનો કરી રહ્યા છે પ્રયાસ

મસાલાની સીઝન હોવાથી લોકો અત્યારે મસાલાની ખરીદી કરતા હોય છે. લોકો 12 માસ સુધી ચાલે તેટલા મસાલાની ખરીદી કરતા હોય છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોઠારીયા રોડ અને નાનામવા રોડના અનેક ધંધાર્થીઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. 22 ધંધાર્થીઓને ત્યાંથી ખાદ્યચીજોના નમુના લેવામાં આવ્યા હતા. જે પૈકી પાંચ ધંધાર્થીઓને આરોગ્ય વિભાગે લાયસન્સ બાબતે નોટિસ ફટકારી છે.

નાનામવાના મસાલા માર્કેટમાંથી 36 જેટલા નમુના લેવામાં આવ્યા હતા. કેટલીક જગ્યાએ હળદરનો જથ્થો તો કેટલીક જગ્યાએ રાઈનો જથ્થો ભેળસેળ યુક્ત જોવા મળ્યો હતો. જેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. ભેળસેળ યુક્ત વરિયાળીનો જથ્થો પણ મળી આવ્યો છે. જેને લઈને પણ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ સ્થળ પર જ મસાલાની ચકાસણી કરવામાં આવી હતી અને ભેળસેળ કરનારા પર કાર્યવાહી કરવામાં આવી હતી.

(વિથ ઇનપુટ-મોહિત ભટ્ટ,રાજકોટ)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video