વિપુલ ચૌધરીના નિવેદન પર આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન, આ તેમનો અંગત વિચાર

|

Mar 11, 2024 | 8:43 PM

પૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજને લઈ કરેલા વિવાદીત નિવેદનને લઇ પ્રતિક્રિયાઓ પાટીદાર સમાજના અગ્રણીઓ તરફથી આવી રહી છે. આ દરમિયાન રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યુ છે કે, આ વિપુલભાઈનો પોતાનો અંગત વિચાર હોઇ શકે છે. પ્રત્યેક સમાજના શ્રેષ્ઠીઓ ભેગા થઈ સમાજનો વિકાસ ની ચિંતા કરતા હોય છે.

રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન અને આંજણા ચૌધરી સમાજના અગ્રણી વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજને વેપારી પોતાના નિવેદનમાં કહ્યો હતો. જેને લઈ પાટીદાર સમાજમાંથી પ્રતિક્રિયાઓ સામે આવી છે. આ દરમિયાન વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે નિવેદન કર્યુ છે.

આ પણ વાંચો:  હિંમતનગરમાંથી પાકિસ્તાન સુપર લીગ પર રમાતો સટ્ટો ઝડપાયો, 2 ની ધરપકડ

પ્રધાને કહ્યુ હતુ કે, આ વિપુલભાઈનો પોતાનો અંગત વિચાર હોઇ શકે છે. પ્રત્યેક સમાજના શ્રેષ્ઠીઓ ભેગા થઈ સમાજનો વિકાસ ની ચિંતા કરતા હોય છે. કારોબારી સભ્યો કે ટ્રસ્ટીઓ પોતે સંપન્ન હોય તો સારી રીતે વ્યવસ્થાઓ ઊભી કરી શકતા હોય છે. લોકો પણ એમના પર વિશ્વાસ મૂકી દાન નો પ્રવાહ આપતા હોય છે, હું પ્રત્યેક સમાજની વાત કરું છું. પ્રત્યેક સમાજ પોતાના સમાજને આગળ લઈ જવાની વાત કરી રહ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video