પેપર લીક કાંડમાં સંડોવાયેલા લોકોને ઝડપવા પોલીસે કવાયત હાથ ધરી

|

Dec 17, 2021 | 5:52 PM

ગુજરાત પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. તેમજ આ કેસના ખૂટતી કડીઓને એકત્ર કરીને ઝડપથી આ કેસના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ કામે લાગી છે

ગુજરાતમાં(Gujarat)  થયેલા પેપર લીક(Paper Leak)  મામલે સરકારી કર્મચારીઓની સંડોવણીની શક્યતા પ્રબળ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં હાલ પોલીસ(Police) દ્વારા મુખ્ય આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે . જેમાં ગાંધીનગર LCB, સાબરકાંઠા LCB સહિતની ટીમો કામે લાગી છે. તેમજ આરોપીઓ પકડાતા પૈસાની લેતીદેતીની વિગતો પણ સામે આવશે તેવો તેમનો અંદાજ છે.

પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. તેમજ આ કેસના ખૂટતી કડીઓને એકત્ર કરીને ઝડપથી આ કેસના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ કામે લાગી છે. આ અંગે ગાંધીનગર પોલીસના રેન્જ આઇજી અભયસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે આ કેસની તપાસ ખૂબ જ ઝડપથી કરવામાં આવી રહી છે. તેમજ આ કેસમાં સંડોવાયેલા તમામ લોકોને પોલીસ ઝડપથી પકડીને આ સમગ્ર રેકેટ કેવી રીતે ચાલતું હતું તે અંગે ખુલાસો કરશે.

આ દરમ્યાન ગુજરાતમાં થયેલા પેપર લીક મામલે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં પેપર લીક કૌભાંડના આરોપીઓ પર ગુજસીટોકનો ગુનો દાખલ થઈ શકે છે. તેમજ આવનારી સરકારી નોકરીની પરીક્ષાઓ માટે સરકાર દાખલો બેસાડવા આ નિર્ણય લઈ શકે છે.જેથી આવનારી પરીક્ષામાં પેપર લીક કરવાનો કોઈ પ્રયાસ પણ ન કરે.

મહત્વનું છે કે, નાણાકીય લાભ, આર્થિક ગુના અને ઓર્ગેનાઈઝડ ક્રાઈમના કિસ્સામાં સરકારને ગુજસીટોકનો ગુનો દાખલ કરવાની સત્તા છે અને ગુજસીટોક ગુના હેઠળ 5 વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે,,,ત્યારે આજે સાંજે આ અંગેની મહત્વની બેઠક યોજાશે.CM સાથેની આ બેઠક બાદ પરીક્ષા રદ્દ કરવા અંગે પણ નિર્ણય લેવાશે. તેમજ આરોપીઓને સખ્ત સજા થાય તે દિશામાં પણ ચર્ચા કરીને આદેશ અપાશે.

હેડ ક્લાર્કનું પેપર લીક થવા મુદ્દે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ 15 ડિસેમ્બરે ફરિયાદ કે પુરાવા ન મળ્યા હોવાનું નિવેદન આપ્યું હતું.તો એ જ દિવસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને પુરાવા આપ્યા હોવાનું જણાવ્યું હતું..ત્યારબાદ, આજે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આજે પેપર લીક થયાનો સ્વીકાર કર્યો..

આ પણ વાંચો : આણંદ જિલ્લાની 180 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ, સરપંચની 178 બેઠક માટે 716 ઉમેદવાર મેદાનમાં

આ પણ વાંચો :  મુખ્યમંત્રીએ આયકર વિભાગ દ્વારા આયોજિત ‘સાયક્લોથોન’ 2021ને અમદાવાદથી કરાવ્યું પ્રસ્થાન

 

Next Video