Head Clerk Paper leak: આરોપી કિશોર આચાર્યના પરિવારનો આક્ષેપ, વ્યક્ત કરી ખોટા ફસાવ્યાની આશંકા
Head clerk paper leak case: પેપર લીક કેસમાં આરોપી કિશોર આચાર્યના પરિવારજનોએ તેમના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
Head Clerk Paper Leak: બહુચર્ચિત પેપર લીક કૌભાંડમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અમદાવાદના સિંગરવાથી દિપક નામના શખ્સની ધરપકડ કરી છે. ગાંધીનગરના રેન્જ આઈજી અભય ચુડાસમાએ કહ્યું, સાણંદમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં હેડક્લાર્કનું પેપર લીક થયું હતું.
સાણંદના કિશોર આચાર્ય (Kishor Achary) જે પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરે છે તેણે આ પેપર ફોડ્યું. તેણે આ પેપર મંગેશ સીરકેને આપ્યુ. દિપક પટેલે નરોડામાં રહેતા મંગેશ સીરકે પાસેથી 9 લાખ રૂપિયામાં આ પેપર લીધું હતું.
તો આ મામલે આરોપી કિશોર આચાર્યના પરિવારે આશંકા વ્યક્ત કરી છે. તેમના પુત્રનું કહેવું છે કે તેમના પિતાને ફસાવવામાં આવી રહ્યા છે. તો તેમની પત્નીનું કહેવું છે કે તેમના પતિ 32 વર્ષથી પ્રિન્ટીંગ પ્રેસમાં કામ કરી રહ્યા છે. તો મંગેશ તેમના દુરના સંબંધી છે. તેમના પુત્રનું કહેવું છે કે કોઈ બીજાની સંડોવણી અમ હોવી જોઈએ. તો મંગેશ દુરના સંબંધી છે ખાસ પરિચય નથી. તો પ્રિન્ટીંગ પ્રેસના માલિક કે અન્ય કોઈની સંડોવણી હોવાની આશંકા પણ રજુ કરી છે.
તો પૈસા બાબતે પણ પરિવારને કોઈ જાણ નથી. તો પુત્રનું કહેવું છે કે તેમના પિતા પાસે એકવાર વાત કરવા દે તો સત્ય જાણીને આગળ કાર્યવાહી કરવાનો ખ્યાલ આવે.
આ પણ વાંચો: West Bengal Crime: BSFને મોટી સફળતા, બાંગ્લાદેશના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર લુત્ફર રહેમાન સહિત 5ની ધરપકડ
આ પણ વાંચો: ગુજરાતનો દરિયો ડ્રગ્સ માફિયાઓ માટે “સ્વર્ગ સમાન” ! રૂ.400 કરોડના ડ્રગ્સ સાથે 6 લોકો સકંજામાં