હેડ ક્લાર્ક પેપર લીકના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે, કુલ 12 આરોપીઓના રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા છે

|

Dec 27, 2021 | 9:15 AM

Head Clerk Paper Leak: પ્રથમ દિવસે ઝડપાયેલા 6 સહિત કુલ 12 આરોપીઓના રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા છે. જેથી તમામને આજે કોર્ટમાં રજૂ કરાશે.

Head Clerk Paper Leak: સાબરકાંઠાના પ્રાંતિજથી હેડક્લાર્કનું પેપર લીક કરવાના કેસમાં આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. ફરિયાદ નોંધાયાના પ્રથમ દિવસે ઝડપાયેલા 6 સહિત કુલ 12 આરોપીઓના રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા છે. જેથી તમામને આજે કોર્ટમાં રજૂ કરાશે. જે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના છે તેમાં મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ અને તેના ભત્રીજા દેવલ પટેલનો પણ સામેલ છે.

બંનેને કોર્ટમાં રજૂ કરીને પોલીસ વધુ રિમાન્ડની માગણી કરશે. જ્યારે આરોપી કિશોર આચાર્ય, દિપક પટેલ અને મંગેશ શિરકેના વધુ રિમાન્ડ માટે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરાશે.

જણાવી દઈએ કે ગત ગુરુવારના રોજ મુખ્ય આરોપી જયેશ પટેલના ભત્રીજા દેવલ પટેલ અને રાજુ અગ્રવાતની ધરપકડ કરી હતી. અને, શુક્રવારે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. અને આરોપી પક્ષના વકીલ અને સરકારી પક્ષના વકીલની સામસામે દલીલ ચાલી હતી.

દલીલના અંતે કોર્ટે દેવલ પટેલના 28 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતો. તો રાજુ અગ્રવાતના રિમાન્ડ ના મંજુર કર્યા છે. તો રાજુ અગ્રવાત અમરેલી જિલ્લાના બાબરાનો હોવાને લઇ વધુ તપાસ જરૂરી હોવાને લઇ પોલીસે પણ રિમાન્ડ મેળવવા માટે સેશન્સ કોર્ટમાં રિવાઇઝ અરજી માટેની તૈયારી કરી લીધી હતી.

ત્યારે પેપર લિકમાં સંડોવાયેલા અને અગાઉ ઝડપેલા ત્રણ આરોપીને 20 ડિસેમ્બરે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કર્યા હતા. અને કોર્ટે 24 ડિસેમ્બર સુધીના રિમાન્ડ આપ્યા હતા. અને શુક્રવારે ફરી કોર્ટમાં રજૂ કરતા પોલીસે વધુ તપાસ માટે આઠ દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી. પરંતુ કોર્ટ દ્વારા ત્રણેય આરોપીના રિમાન્ડ ના મંજુર કર્યા હતા.

કિશોર આચાર્ય, દિપક પટેલ અને મંગેશ શિરકેના ફરધર રિમાન્ડ કોર્ટ દ્વારા નામંજુર કરતા પોલીસે વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા માટે સેશન્સ કોર્ટમાં રિવાઇઝ અરજી કરવામાં આવશે એવું કહેવાયું હતું. તો પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 20 જેટલા આરોપીની ધરપકડ કરી લીધી છે અને હજુ તપાસ ચાલી રહી છે અને હજુ આરોપીની ધરપકડ કરાઈ રહી છે.

 

આ પણ વાંચો: ‘સાહેબોને ગુજરાત સરકારમાં વ્યવહાર આપવો પડશે’: વીમો પાસ કરાવવા સહકારી મંડળીના મંત્રીએ માંગી લાંચ, જાણો પછી શું થયું

આ પણ વાંચો: Bhavnagar: ક્યારે પૂરું થશે કામ? ગોકળગાયની ગતિથી ચાલી રહેલા સિક્સ લેનના કામનો કોંગ્રેસે કર્યો અનોખો વિરોધ

Next Video