Gujarati Video : ગુજરાતની જેલોમાં લાગનારા 5-G ટેકનોલોજીના જામરનો ખોફ કેદીઓની આંખમાં દેખાઈ રહ્યો છે- હર્ષ સંઘવી

|

Mar 29, 2023 | 4:01 PM

Gandhinagar news : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, તમામ જેલોમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા હોય તેવું પ્રથમ વખત બન્યું છે.

ગુજરાતની જેલોમાં પાડવામાં આવેલા દરોડા અંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, તમામ જેલોમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા હોય તેવું પ્રથમ વખત બન્યું છે. સિસ્ટમ બની છે એ યોગ્ય રીતે ચાલે તે માટે આ રેડ પાડવામાં આવી હતી. કોઇને પણ દરોડાનો અંદાજ ન આવે તે મુજબ કાર્યવાહી કરાઇ હતી.

આ પણ વાંચો-Gujarati Video : હાટકેશ્વર બ્રિજ મુદ્દે મનપાની સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો, મેયરના ડાયસ પર ચઢી કોંગ્રેસે દર્શાવ્યો વિરોધ

જેલોમાંથી મોબાઇલ, માદક પદાર્થો મળી આવ્યા

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યુ હતુ કે, સાંજે 6 વાગ્યે એસપીને સ્ટાફ સાથે હાજર રહેવા જણાવાયું હતું. જે બાદ રાત્રે 8 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક યોજાઇ અને રાત્રે 9 વાગ્યે 16 જેલોમાં ચેકિંગ શરૂ કરાયું. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જેલોમાંથી 16 મોબાઇલ, 10 ઇલેક્ટ્રીક ચીજવસ્તુ, 39 ઘાતક સામાન અને 3 જગ્યાએ માદક પદાર્થો મળી આવ્યા છે.

જેલોમાં સારી ટેકનોલોજીવાળા જામર લગાવાશે-હર્ષ સંઘવી

હર્ષ સંઘવીએ કહ્યું કે, જે જેલોમાંથી મોબાઇલ મળ્યા છે ત્યાં જવાબદાર અધિકારી અને કર્મચારી સામે પ્રાથમિક તપાસ હાથ ધરાઇ છે. જે પણ જવાબદાર ઠરશે તેની સામે તપાસ હાથ ધરી શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. જામરની ટેકનોલોજીની મર્યાદાને કારણે જેલમાંથી મોબાઇલનો વપરાશ થઇ રહ્યો છે, પરંતુ આગામી સમયમાં જેલોમાં સારી ટેકનોલોજીવાળા જામર લગાવવામાં આવશે. તેમણે જણાવ્યુ કે ગુજરાતની જેલોમાં લાગનારા 5-G ટેકનોલોજીના જામરનો ખોફ કેદીઓની આંખમાં દેખાઈ રહ્યો છે

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 3:32 pm, Wed, 29 March 23

Next Video