Breaking News : રાજ્યની 23 APMCની ચૂંટણીની તારીખ જાહેર, એપ્રિલ મહિનામાં યોજાશે 17 APMCની ચૂંટણી

| Edited By: | Updated on: Feb 02, 2023 | 1:00 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કારણે બાકી રહેલી APMCની ચૂંટણી (APMC Election) જાહેર કરાઈ છે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં વિવિધ APMCની ચૂંટણી યોજાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બાદ ગુજરાતમાં ફરી એકવાર રાજકીય માહોલ જામશે. કારણકે, સહકારી ક્ષેત્ર પણ રાજકારણની દ્રષ્ટિએ એટલું જ મહત્ત્વ ધરાવે છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના કારણે બાકી રહેલી APMCની ચૂંટણી જાહેર કરાઈ છે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં વિવિધ APMCની ચૂંટણી યોજાશે. જેમાં ફેબ્રુઆરી માસમાં બે APMCની ચૂંટણી યોજાશે. જો વિગતે વાત કરીએ તો 3જી ફેબ્રુઆરીએ વિજાપુર APMCની ચૂંટણી યોજાશે. 24મી ફેબ્રુઆરીએ રાજપીપળા APMCની ચૂંટણી યોજાશે.માર્ચ મહિનામાં એક માત્ર અંજાર APMCની ચૂંટણી યોજાશે. તો 4 થી માર્ચે અંજાર APMCની ચૂંટણી યોજાશે.

માર્ચ મહિનામાં એક માત્ર અંજાર APMCની ચૂંટણી યોજાશે

જ્યારે 17 APMCની ચૂંટણી એપ્રિલ મહિનામાં યોજાશે. જેમાં 10 APMCની એક સાથે 17મી એપ્રિલે ચૂંટણી યોજાશે. જેમાં કરજણ, સિદ્ધપુર, ટીંબી, વાલિયા,તારાપુર,ડીસા,બોડેલી,ઉમરાળા,માણસા અને વાસદની APMC ની ચૂંટણીનો સમાવેશ થાય છે.આપને જણાવી દઈએ કે, બાયડ APMCની 12મી એપ્રિલમના રોજ ચૂંટણી યોજાશે.

આ ઉપરાંત સુરત અને વિરમગામ APMCની 24મી એપ્રિલે ચૂંટણી યોજાશે, તો સોનગઢ (તાપી) APMCની 26મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાનાર છે. તેમજ માલપુર APMCની 27 એપ્રિલ અને કાલાવડ APMCની 28મી એપ્રિલે ચૂંટણી યોજાશે. માંડલ APMCની 29મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે. તો વાલોડ અને સાવલી APMCની 1લી મેના રોજ ચૂંટણી યોજાશે અને ધંધુકા APMCની 5મી એપ્રિલેના રોજ ચૂંટણી યોજાશે.

Published on: Feb 02, 2023 11:48 AM