Gujarati Video: ધારીના આંબરડી પાર્કમાં કાંટાળા તાર કૂદીને જતા દીપડાનો જુઓ વાયરલ video

| Edited By: | Updated on: Apr 29, 2023 | 5:55 PM

ધારીના આંબરડી પાર્કમાં સિંહ પરિવાર તેમજ બીજા પશુ પક્ષીઓ પણ નિવાસ કરે છે અને સહેલાણીઓ અહીં સિંહ પરિવારને જોવા માટે આવે છે. જોકે આંબરડી સફારી પાર્કમાં દીપડાને જોતા આસપાસના ગ્રામજનો ચિંતામાં મૂકાયા છે.  

અમરેલીના ધારીમાં સફારી પાર્કમાં ઉંચી ગ્રીલ કુદીને ઘુસતા દીપડાનો વીડિયો વાયરલ થયો છે.  મોડી રાત્રે ધારીના ગળધરા-આંબરડી રોડ પરથી પસાર થતા વાહન ચાલકે દીપડાનો વીડિયો બનાવી વાયરલ કર્યો છે. દીપડો ગ્રીલ ઉપર લગાવેલી કાંટાળી તારની આડશને સફળતાપૂર્વક પાર કરી સફારી પાર્કમાં પ્રવેશ કરે છે. હાલ તો દીપડાની જોખમી છલાંગનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો:  Gujarati video: અમરેલીના ખાંભામાં ભરઉનાળે જામ્યું ચોમાસું, ગામના રસ્તા બન્યા નદી

નોંધનીય છે કે ધારીના આંબરડી પાર્કમાં સિંહ પરિવાર તેમજ બીજા પશુ પક્ષીઓ પણ નિવાસ કરે છે અને સહેલાણીઓ અહીં સિંહ પરિવારને જોવા માટે આવે છે . જોકે આંબરડી સફારી પાર્કમાં દીપડાને જોતા આસપાસના ગ્રામજનો ચિંતામાં મૂકાયા છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…