વડોદરાની M.S. યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા 800 જેટલા હંગામી કર્મચારીઓએ M.S યુનિવર્સિટીમાં ધરણા યોજયા. કાયમી કરવા અને આઉટસોર્સિંગ બંધ કરવાની માગ સાથે રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું .જો કે રજીસ્ટ્રારે વિરોધ પ્રદર્શનમાં સામેલ થનાર હંગામી કર્મચારીઓ સામે આકરી કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. રજીસ્ટ્રારે હંગામી કર્મચારીઓને પત્ર લખી આંદોલન ગેરકાયદે ગણાવ્યું હતું.
આ પણ વાંચો: Vadodara : કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન આયોજન માટે બેઠક મળી, જિલ્લામાં નાળા, નહેર સાફ કરવા આપ્યો આદેશ
આંદોલન મુદ્દે રજિસ્ટ્રારએ કહ્યું, કર્મચારીઓને નિયમિત કરવા યુનિવર્સિટી પાસે સત્તા નથી. રાજ્ય સરકારના નિયમોનું પાલન યુનિવર્સિટીને કરવાનું હોય છે. કર્મચારીઓની કેટલીક માંગણી વ્યાજબી નથી. આંદોલનથી યુનિવર્સિટીની કાર્યવાહી ખોરવાશે તો નિયમ મુજબ કર્મચારીઓ સામે કાર્યવાહી કરાશે.
ઈનપુટ ક્રેડિટ- યુનુસ ગાઝી- વડોદરા