Vadodara : ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર ( S Jaishankar) બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેવો વડોદરા આવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલીયા દ્વારા વિઝા પર મૂકવામાં આવેલા પ્રતિબંધ મુદ્દે તેમણે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે સરકાર પ્રતિબંધ દૂર કરવા જરૂરી તમામ પગલાં લેશે. વિદેશ પ્રધાન એસ. જયશંકરની કૂટનીતિ વિશે સૌ કોઇ જાણે છે.. દેશ વિદેશમાં ભારતની નીતિ અને ચીન અને પાકિસ્તાનને આડે હાથ લેતા જયશંકરની સરળતાથી પણ સૌ કોઇ વાકેફ છે.
આ ઉપરાંત તેવો તેમના સતત વ્યસ્ત પ્રવાસ વચ્ચે પણ પોતાના આદર્શ ગામની મુલાકાત લેવાનું એસ. જયશંકર ભૂલ્યા નહીં. આજે ગુજરાત મુલાકાત દરમિયાન તેમણે પોતાના સંસદીય વિસ્તારમાં વ્યાધર, તિલકવાડા ખાતે 2 સ્માર્ટ આંગણવાડીનું ભૂમિપૂજન કર્યું. તો તેમની સાથે હાજર રહેવા બદલ પ્રદેશ સાંસદ ગીતાબેન રાઠવાનો પણ તેમણે ટ્વીટ કરી આભાર માન્યો.
MPLADS હેઠળ, સ્વાસ્થ્ય, પોષણ અને શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે જે દેશ માટે ઉજ્જવળ ભવિષ્યની ખાતરી કરશે તેમ તેમણે કહ્યું.. તો કેવડિયામાં એકતા સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટરની તેમણે મુલાકાત લીધી. દરેક મુલાકાત દરમ્યાન સ્થાનિક પ્રતિભાઓને તાલીમ આપવામાં વધુ સારી પ્રગતિ હોવાનું તેમણે જણાવ્યું.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો