Gujarati Video: અમદાવાદમાં ભરશિયાળે કમોસમી વરસાદ, હાથીજણ વિસ્તારમાં કરા પડ્યા

|

Jan 30, 2023 | 11:24 PM

Ahmedabad: અમદાવાદમાં ભરશિયાળે કમોસમી વરસાદ છવાયો છે. શહેરના હાથીજણ અને રામોલ વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગરમાં વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરશિયાળે વરસાદી માહોલ છવાયો છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભરશિયાળામાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 48 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો સાથે આગામી પાંચ દિવસમાં ઠંડીનો પારો પણ ગગડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 48 કલાકમાં તાપમાનનો પારો ત્રણથી પાંચ ડિગ્રી ગગડશે. એટલે કે આગામી બે દિવસમાં ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. આ તરફ અમદાવાદમાં સતત બીજા દિવસે સાંજના સમયે કમોસમી વરસાદ ખાબક્યો. શહેરના કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. હાથીજણ અને રામોલ સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો: Junior Clerk Paper leak : પેપર લીક કાંડ બાદ અમદાવાદમાં NSUIના દેખાવો, રસ્તા રોકી કડક કાર્યવાહીની માંગ

રાજ્યમાં અમદાવાદ સહિત આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, ભાવનગર, વિસનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે અમદાવાદ સહિત આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, ભાવનગર, બનાસકાંઠા અને સાબરકાંઠાના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. જેમાં અમદાવાદના મણિનગર ગોરના કૂવા વિસ્તારમાં વાદળોની ગર્જના સાથે વરસાદી ઝાપટું પડતા રોડ પર સાઈડમાં પાણી ભરાયાં હતાં.

Published On - 12:00 am, Mon, 30 January 23

Next Video