Gujarati Video : હવામાનની આગાહી વચ્ચે અંકલેશ્વરમાં તૂટી પડ્યો કમોસમી વરસાદ, ખેડૂતો મુકાયા ચિંતામાં

| Edited By: | Updated on: Mar 15, 2023 | 5:00 PM

Bharuch News : હવામાન વિભાગની આગાહી વચ્ચે ભરુચ જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. ભરુચના અંકલેશ્વર GIDC વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગે આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી આપી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગાહી વચ્ચે ભરુચ જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. ભરુચના અંકલેશ્વર GIDC વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

અંકલેશ્વરમાં ભારે પવન સાથે વરસાદ

ભરુચ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. અંકલેશ્વર GIDC તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાવા લાગ્યા છે. જેના કારણે ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ચિંતા સતાવી રહી છે. આખુ વર્ષ મહેનત કરીને પકવેલા પાકમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, બનાસકાંઠા ,રાજકોટ, સુરેન્દ્રનગરમાં કરા સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગાહી અનુસાર આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠું પડી શકે છે. આજે ગીર સોમનાથ અને દાહોદમાં કમોસમી વરસાદ વરસી શકે છે. રાજ્યના 17 જિલ્લામાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારમાં 19 માર્ચ સુધી કમોસમી વરસાદ વરસવાની આગાહી કરેલી છે. જે અનુસાર આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સામાન્યથી હળવો વરસાદ થવાની આગાહી છે. જે બાબતે ખેડૂતોને કૃષિ પેદાશોને સંભવિત નુકસાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે નીચે મુજબના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.