પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં યુવક મોત કેસમાં તપાસમાં બેદરકારી દાખવનાર પોલીસ કર્મચારીઓ સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે..તપાસમાં ઉદ્યોગનગર પોલીસે બેદરકારી દાખવતા મહિલા PSI સહિત 5 કર્મચારીને SPએ સસ્પેન્ડ કરતા ખળભળાટ મચી ગયો છે.બીજી તરફ યુવકના હત્યારાઓએ ગુનો છુપાવવા પોલીસને જાણ કરી હોવાનો ખુલાસો થયો છે..પોલીસ હવે ઝેરોક્ષની દુકાનના અને પોલીસ સ્ટેશનના CCTV ચેક કરશે.
મંદિરમાં ચોરીની શંકાએ આરોપીઓએ યુવકને માર મારતા તેનું મોત થયું હતું.ઝેરોક્ષની દુકાનમાં યુવકને માર મારતા સમયે CCTV કેમેરા બંધ હતા.બાદમાં 1 ફેબ્રુઆરીએ મૃતક શ્યામ બથીયાને વછરાજ મંદિરેથી પોલીસ સ્ટેશન લાવ્યા હતા..હવે સમગ્ર ઘટનાની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચ કરશે અને પોલીસ સ્ટેશનના CCTV એકઠા કરી સ્થાનિકોના નિવેદનો નોંધશે.
આ પણ વાંચો : Gujarati Video : ગુજરાત સરકારના જંત્રી બમણા કરવાના નિર્ણયને બિલ્ડર્સ એસોસિએશને ઉતાવળિયો ગણાવ્યો