Gujarati Video: ઊંઝા APMCમાં ચાર દિવસ બાદ આખરે સમેટાઈ વેપારીઓની હડતાળ, સહકાર મંત્રીએ આપી ઘટતુ કરવાની બાંહેધરી

|

Jul 29, 2023 | 8:40 PM

Mehsana: ઊંઝા APMCમાં વેપારીઓની હડતાળનો આખરે અંત આવ્યો છે. ચાર દિવસ બાદ વેપારીઓની હડતાળ સમેટાઈ છે. સહકાર મંત્રી જગદીશ પંચાલે કાયદાની મર્યાદામાં રહી ઘટતુ કરવાની બાંહેધરી આપતા વેપારીઓએ હડતાળ સમેટી છે.

Mehsana: ગુજરાતના સૌથી મોટા માર્કેટ યાર્ડ એવા ઊંઝા એપીએમસીમાં ચાર દિવસથી ચાલી રહેલી વેપારીઓની હડતાળનો આખરે અંત આવ્યો છે. ચાર દિવસે વેપારીઓએ હડતાળ સમેટી છે. સહકાર મંત્રી જગદીશ પંચાલે કાયદાની મર્યાદામાં રહી યોગ્ય કરવાની બાંહેધરી આપતા વેપારીઓએ સર્વાનુમતે હડતાળ પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે 133 દુકાન માલિકી હક્ક મુદ્દે વેપારીઓ હડતાળ પર હતા.

આ પણ વાંચો : Mehsana : ઊંઝા APMCમાં વેપારીઓની હડતાળ મુદ્દે પૂર્વ વાઈસ ચેરમેન અને પૂર્વ સેક્રેટરી સામસામે, એકબીજા પર લગાવ્યા ગંભીર આક્ષેપ

સહકાર મંત્રી સાથેની મુલાકાત બાદ વેપારીઓ હડતાળ સમેટવા તૈયાર થયા

આ મામલે શુક્રવારે સહકાર મંત્રી જગદીશ પંચાલે વેપારીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ અને ઊંઝા APMCના ચેરમેન દિનેશ પટેલ સાથે મળીને ચર્ચા કરી હતી. સહકાર મંત્રીએ વેપારીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવાશે તેવી બાંહેધરી આપતા આખરે APMC બેઠક કરીને વેપારીઓએ હડતાળ સમેટવા માટે તૈયારી બતાવી હતી.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video