સાબરકાંઠાના ઈડરની લાલપુર સહકારી મંડળના સેક્રેટરી સામે 39 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. 88 સભાસદોની થાપણના 1.3 કરોડ પૈકી 39 લાખ સેક્રેટરીએ અંગત કામમાં વાપરી દીધા હતા. ઓડિટ દરમિયાન સપ્ટેમ્બર-2022થી જાન્યુઆરી 2023ના ગાળામાં ઉચાપત થયુ હોવાનું સામે આવ્યું છે. જે બાદ લાલપુરની સહકારી મંડળીના સેક્રેટરી શિવાભાઈ પટેલ સામે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે તમામ મામલાની તપાસ હાથ ધરી છે.
તો બીજી બાજુ સુરતમાં ગોલ્ડ લોનના નામે લોકો સાથે ઠગાઈ આચરવાની ઘટના સામે આવી છે. પ્રાઈવેટ ફાઈનાન્સર દ્વારા ગોલ્ડ લોનના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. સુરતના 700 જેટલા લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ફાઇનાન્સરે લોકોના દાગીના વડે અન્ય બેંકમાં ધિરાણ લઈ ઠગાઈ આચરી હોવાનું સામે આવી રહ્યુ છે. પિડીત લોકોએ પોદાર આર્કેડ ખાતે આવેલી ફાઈનાન્સરની ઓફિસને ઘેરીને ધરણાં અને પ્રદર્શન કર્યુ હતું. પોલીસ ફાઇનાન્સર વિરુદ્ધ ફરિયાદ ન નોધી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…