Gujarati Video: તાલાલા માર્કેટ યાર્ડમાં કેસર કેરીનો ભાવ 500 રૂપિયા, આગામી સમયમાં બંપર આવક થવાની વેપારીઓને આશા, જુઓ Video

|

Mar 31, 2023 | 11:21 PM

ઉનાળાની સિઝનમાં જ માવઠું અને કોમસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થયું છે. ગુજરાત વાસીઓ કેરીની સિઝનમાં પુષ્કળ પ્રમાણમાં કેસર કેરીનો સ્વાદ માણતા હોય છે તાલાલા ગીરની કેસર, કચ્છની કેસર તેમજ વલસાડની હાફુસ કેરી ગુજરાત અને દેશ વિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે.

ગુજરાતમાં કેરી રસિકો આતુરતાથી કેરીની રાહ જોઈ રહ્યા છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના તાલાલા માર્કેટ યાર્ડ ખાતે કેસર કેરીની આવક શરૂ થઈ છે. હાલમાં દરરોજ કેસર કેરીના 3000 બોક્સની આવક થઈ રહી છે, ત્યારે કેસર કેરીના એક બોક્સનો ભાવ 500 રૂપિયાથી માંડીને 1000 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે અને આ ભાવે બોક્સ વેચાઈ રહ્યા છે. માર્કેટ યાર્ડના વેપારીઓના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં કેરીની આવકમાં બંપર આવક થશે. જેને કારણે કેરીના ભાવમાં ઘટાડો થશે

આ પણ વાંચો: Rajkot: 45 વર્ષની ઉંમરે ગુનો કર્યો અને 66 વર્ષે પોલીસના હાથે ઝડપાયો, જાણો પોલીસે 20 વર્ષે કેવી રીતે ઝડપ્યો આરોપી

શરૂઆતમાં જ માવઠું બન્યું વેરી

ઉનાળાની સિઝનમાં જ માવઠું અને કોમસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થયું છે. ગુજરાત વાસીઓ કેરીની સિઝનમાં પુષ્કળ પ્રમાણમાં કેસર કેરીનો સ્વાદ માણતા હોય છે તાલાલા ગીરની કેસર, કચ્છની કેસર તેમજ વલસાડની હાફુસ કેરી ગુજરાત અને દેશ વિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે.

જો કે હવે ધીરે ધીરે માર્કેટ યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ છે. નોંધનીય છે કે માર્ચ મહિનાની શરૂઆતમાં તાલાલા પંથકની કેસર કેરીના 15 બોક્સની આવક થઈ  હતી. આ કેરીના 10 કિલોના 2500થી 3500 રૂપિયા ભાવ બોલાયા હતા. નોંધનીય છે કે ગત વર્ષે 1.56 લાખ મેટ્રિક ટનથી વધુ કેરીનું ઉત્પાદન થયું હતું. જેની સામે આ વર્ષે 30 ટકા કેસર કેરીનું ઉત્પાદન વધવાની શક્યતા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 10:49 pm, Fri, 31 March 23

Next Video