Gujarati Video: પોલીસને ગેરમાર્ગે દોરી લૂંટની ફરિયાદ દાખલ કરનાર ગઠિયો ઝડપાયો

Ahmedabad: અમદાવાદમાં પોલીસને ગેરમાર્ગે દોરી લૂંટની ફરિયાદ દાખલ કરનાર ગઠિયાની પોલીસે ધરપકડ કરી છે. આરોપી અમદાવાદ ફરવા માટે આવ્યો હતો અને પૈસા ન હોવાથી ખોટી ફરિયાદ કરી પોલીસ પાસેથી મદદના નામે પૈસા મેળવવા કાવતરૂ રચ્યાની પ્રાથમિક માહિતી મળી છે.

| Edited By: | Updated on: Feb 05, 2023 | 11:47 PM

અમદાવાદમાં પોલીસને ગેરમાર્ગે દોરી લૂંટની ફરિયાદ દાખલ કરનાર ગઠિયાની ધરપકડ કરી છે. મુળ આંધ્રપ્રદેશનો અને હાલ દિલ્લીમાં રહેતો સુધીર કુમાર નામના યુવકે પોલીસને ગેરમાર્ગે દોરી હતી. યુવકે પોલીસ કંટ્રોલ રૂમમાં જઈને પોતે એરપોર્ટ પર ઉતર્યા બાદ ટેક્સીમાં લૂંટાયો હોવાની ખોટી વિગતો આપી હતી. બાદમાં પોલીસે તપાસ કરતા સ્થળ પર કોઇ સીસીટીવી ફુટેજ કે અન્ય પુરાવા મળ્યા ન હતા.

યુવકે NIAના અધિકારીની ખોટી ઓળખ પણ આપી હતી. પરંતુ પોલીસ તપાસમાં ગઠિયાનો ભાંડો ફુટી ગયો હતો અને સામે આવ્યું હતું કે, આરોપી અમદાવાદ ફરવા માટે આવ્યો હતો અને પૈસા ન હોવાથી ખોટી ફરિયાદ કરી પોલીસ પાસેથી મદદના નામે પૈસા મેળવવા કાવતરું રચ્યાની પ્રાથમિક માહિતી મળી છે.

તપાસમાં આરોપીના નિવેદનની વિસંગતતા જોવા મળી

આરોપી સુધીર બોરાડા મૂળ આંધ્રપ્રદેશનો છે અને હાલ દિલ્હીમાં રહેતો હતો. તે ગઇકાલે પોલીસ કંટ્રોલ રૂમમાં ગયો હતો અને મારી સાથે  લૂંટ થઈ હોવાની વાત કરી હતી. સુધીરકુમાર નામના યુવકે પોલીસને એવી હકીકત દર્શાવી કે તે એરપોર્ટ પર ઉતર્યો હતો. બાદમાં તેને ટેક્સીવાળાની સાથે આવેલા કેટલાક લોકોએ માર મારી લૂંટી લીધો હતો.

આ પણ વાંચો: Gujarati Video : અમદાવાદમાં હવાનું પ્રદૂષણ અટકાવવા તંત્ર એકશનમાં, કન્સ્ટ્રક્શન સાઈટ માટેના નિયમો જાહેર કરાયા

જો કે પોલીસે તે દિશામાં તપાસ કરી તો સ્થળ પર કોઇ સીસીટીવી ફુટેજ કે અન્ય પુરાવા ન મળ્યા. જેથી પોલીસ એરપોર્ટ પર પહોંચી. જ્યાં ફ્લાઇટના ટાઇમ અને આ આરોપીની હાજરી બાબતે તપાસ કરતા યુવક જે વાત કરતો હતો, તેની વિસંગતતા જણાતા પોલીસે તેની ઉલટ પૂછપરછ કરી હતી. જે પછી તેણે પોલીસની મદદ મેળવી દિલ્હી જવા માટે આ લૂંટનું તરકટ રચ્યુ હોવાની કબૂલાત કરી.