Gujarati Video : વડોદરાની MS યુનિવર્સિટીમાં ક્રેડિટ સિસ્ટમમાં ફેરફાર સહિતના મુદ્દે વિદ્યાર્થી સંગઠનોનું વિરોધ પ્રદર્શન

| Edited By: | Updated on: Jul 25, 2023 | 11:18 PM

જેના પરિણામ સ્વરૂપે 5 કે 6 જેટલી KT વાળા વિદ્યાર્થીઓ પણ ડિટેન થવાથી બચી ગયા છે. પરંતુ યુનિવર્સિટીએ દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ માટે આ પદ્ધતિ લાગુ કરી નથી.જેના પરિણામે 3 KTવાળા વિદ્યાર્થીઓ પણ ડિટેન થઇ ગયા છે.

Vadodara: વડોદરાની MS યુનિવર્સિટીમાં(MS University) વિદ્યાર્થી સંગઠનોએ આંદોલન શરૂ કર્યુ છે.ટેક્નોલોજી ફેકલ્ટીના દ્વિતીય તેમજ તૃતીય વર્ષના વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. ક્રેડિટ સિસ્ટમ અથવા નો ડિટેન પોલિસીમાં ફેરફાર કરવાની માગ સાથે વિદ્યાર્થીઓએ ધરણાં પ્રદર્શન કર્યા.ટેક્નોલોજી ફેકલ્ટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીએ ક્રેડિટ સિસ્ટમ લાગુ કરી છે.

જેના પરિણામ સ્વરૂપે 5 કે 6 જેટલી KT વાળા વિદ્યાર્થીઓ પણ ડિટેન થવાથી બચી ગયા છે. પરંતુ યુનિવર્સિટીએ દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ માટે આ પદ્ધતિ લાગુ કરી નથી.જેના પરિણામે 3 KTવાળા વિદ્યાર્થીઓ પણ ડિટેન થઇ ગયા છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે યુનિવર્સિટી તેમની સાથે અસમાનતાભર્યુ વલણ દાખવી રહી છે.

આ પણ વાંચો : Surat: સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, પાણી ટપકતું હોવાથી કર્મચારીઓને મુશ્કેલી-Video

પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને 5 થી 7 KT હોવા છતાં પાસ કરી આગળના વર્ષમાં પ્રવેશ અપાયો છે. તો દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળવો જોઈએ.ટેક્નોલોજી ફેકલ્ટી અને પોલીટેક્નિકના વિદ્યાર્થીઓએ હેડ ઓફિસમાં પ્રદર્શન કર્યુ .વિદ્યાર્થીઓની રજૂઆત અંગે વિચારણા કરવામાં આવશે તેમ યુનિવર્સિટીના મેનજમેન્ટે જણાવ્યું હતું.

વડોદરા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 25, 2023 11:16 PM