ભાવનગર ડમીકાંડની તપાસ માટે SITની રચના કરી દેવાઈ છે. SITની ટીમ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. ડમીકાંડમાં સંડોવાયેલા PSIની તાલીમ લેતા સંજય પંડ્યાની અટકાયત કરવામાં આવી છે. સંજય પંડ્યા ગાંધીનગરમાં આવેલી કરાઈ એકેડમીમાં PSIની ટ્રેનિંગ લઈ રહ્યા હતા. SITની ટીમે કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાંથી જ તેમની અટકાયત કરી છે. સંજય પંડ્યાએ વર્ષ 2021માં યોજાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં અક્ષય નામના ઉમેદવારના બદલે ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. આથી ડમી ઉમેદવારને કારણે અક્ષયે પરીક્ષા પાસ પણ કરી લીધી હતી. ડમી ઉમેદવાર સંજય પંડ્યાની અટકાયત કરી તેને ભાવનગર લાવવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં ડમીકાંડમાં અનેક નવા ખૂલાસા થયા છે. જેમા સૌથી મોટો ખૂલાસો થયો છે. ફરિયાદ નિવેદનમાં જે ભદ્રેશ રમણાનો ઉલ્લેખ છે તે ભદ્રેશ રમણાએ તાજેતરમાં નર્સિંગ કોલેજ શરૂ કરી છે. ભાવનગર જિલ્લાના બગદાણામાં નર્સિંગ કોલેજ શરૂ કરી છે. ભદ્રેશ રમણાનો રાજકીય આગેવાનો સાથે ઘરોબો હોવાનુ સામે આવ્યુ છે. ડમીકાંડમાં નામ આવતા જ કોલેજની આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. નેતા સાથે ઘરોબો ધરાવતા હોવાથી અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.
ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં પોલીસ બાદ હવે શિક્ષણ વિભાગે પગલા ભરવા તજવીજ હાથ ધરી છે. શરદ પનોત અને પ્રકાશ દવે સામે શિક્ષાત્મક પગલા લેવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શરદ સરતાન પર પ્રાથમિક શાળામાં શિક્ષક અને પ્રકાશ તળાજાનો બીઆરસી સંયોજક છે. આ બંનેને પોલીસ કસ્ટડીમાં 48 કલાકથી વધારે સમય થયો છે. જે બાદ બંનેને સસ્પેન્ડ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આરોપીઓની કોલ ડિટેઈલ માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ ટીમની મદદ પણ લીધી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…