Gujarati Video: પાલનરપુર ડીસા હાઈવે પર અમદાવાદના વેપારી સાથે કરોડોની લૂંટ, 6 કરોડના સોનાની લૂંટ ચલાવી બુકાનીધારી શખ્સો ફરાર

| Edited By: | Updated on: Sep 05, 2023 | 11:42 PM

Banaskantha:બનાસકાંઠાના પાલનપુરના ગઢ ગામે અમદાવાદના વેપારી સાથે કરોડોની લૂંટ થઈ છે. સોનાચાંદીનો વેપારી સાથે 6 કરોડની સોનાની લૂંટ ચલાવી બુકાનીધારી શખ્સો ફરાર થઈ ગયા હતા. લૂંટારૂઓએ વેપારી પાસેથી હીરા, સોના-ચાંદી સહિત કરોડોની લૂંટ થઈ છે. કરોડોની લૂંટને પગલે જિલ્લા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે.

Banaskantha: બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે પર કરોડોની લૂંટની ઘટના સામે આવી છે. પાલનપુર ડીસા હાઈવે પર ચડોતર નજીક અમદાવાદના વેપારી સાથે કરોડોની લૂંટની ઘટના બની છે અંદાજે છ કરોડ જેટલા સોનાની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે અમદાવાદના જ્વેલર્સ વેપારી હતા તેવું સોનું લઈને ઘટ ગામે જતા હતા જોકે બુકાની ધારીઓએ ચડોતર બ્રિજ નજીક તેમને આંતરિ અને લૂંટ ચલાવી હોવાની વાત સામે આવી છે.

પોલીસે લૂંટારૂને પકડવા ઠેર ઠેર કરી નાકાબંધી

અત્યારે ડીવાયએસપી પીઆઇ PSI સહિત એ LCB SOG તાલુકા પોલીસ ગઢ પોલીસની ટીમો આરોપીઓને શોધવાના કામે લાગી છે સમગ્ર જિલ્લામાં અત્યારે નાકાબંધી કરી દેવાય છે અને કરોડોની લૂંટની ઘટના ના આરોપીઓને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે. કરોડોની લૂંટને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. ઠેર ઠેર નાકાબંધી કરી પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચો : Gujarati Video: રાજકોટના લોકમેળાનો રંગે ચંગે પ્રારંભ, પ્રવાસન મંત્રી મુળુ બેરા અને કુંવરજી બાવળિયાએ ખુલ્લો મુક્યો મેળો

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 05, 2023 10:54 PM