Gujarati Video : રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર, ભાદર ડેમમાંથી સિંચાઇનું પાણી અપાશે

|

May 09, 2023 | 11:07 AM

ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે તે માટે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી..જેને ધ્યાને રાખી કલેક્ટરે પાણી છોડવા મંજૂરી આપી છે. આ ઉપરાંત જે ખેડૂતો સિંચાઇ માટે પાણી મેળવવા માગતા હોય તેવા ખેડૂતો આવતીકાલ સુધી અરજી કરી શકશે.

રાજકોટ જિલ્લાના ખેડૂતો(Farmers) માટે રાહતના સમાચાર મળી રહ્યાં છે. ખેડૂતોને સિંચાઇના( Irrigation) પાણીની તકલીફ નહીં પડે.40થી વધુ ગામના ખેડૂતોને ભાદરમાંથી સિંચાઇનું પાણી આપવામાં આવશે.આગામી 18મી મેથી ભાદરમાંથી ખેડૂતો માટે સિંચાઇનું પાણી છોડવામાં આવશે.કલેક્ટરે 100 MCFT પાણી છોડવા માટે મંજૂરી આપી દીધી છે..તંત્રના આ નિર્ણયથી 5 હજાર હેક્ટર જમીનને સિંચાઇનું પાણી મળી રહેશે.તો 40થી વધુ ગામના ખેડૂતોને ફાયદો થશે.મહત્વનું છે કે ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે તે માટે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી..જેને ધ્યાને રાખી કલેક્ટરે પાણી છોડવા મંજૂરી આપી છે. આ ઉપરાંત જે ખેડૂતો સિંચાઇ માટે પાણી મેળવવા માગતા હોય તેવા ખેડૂતો આવતીકાલ સુધી અરજી કરી શકશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video