Gujarati Video : રાજકોટના 67 ગામો માટે રાહતના સમાચાર, ઓગસ્ટ માસના અંત સુધી પીવાના પાણી સમસ્યા નહીં સર્જાય

|

Mar 30, 2023 | 10:11 AM

રાજકોટના આ ગામડાઓને પીવાનું પાણી પુરૂ પાડતા ભાદર-2 ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસે આવેલા ભાદર-2 ડેમમાં ઓગસ્ટ માસ સુધી ચાલે એટલો પાણીનો જથ્થો છે.

રાજકોટ જિલ્લાના ધોરાજી, કુતિયાણા અને માણાવદરના 67 ગામો માટે રાહતના સમાચાર છે. રાજકોટના આ ગામડાઓને પીવાનું પાણી પુરૂ પાડતા ભાદર-2 ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસે આવેલા ભાદર-2 ડેમમાં ઓગસ્ટ માસ સુધી ચાલે એટલો પાણીનો જથ્થો છે. જેથી ઓગસ્ટ માસના અંત સુધી આ 67 ગામોને પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Rajkot: માધવપુરના મેળા માટે 70 બસ ફાળવાઈ, 30 માર્ચથી શરૂ થશે મેળો

ન્યારી-1 ડેમમાં પહોંચ્યું સૌની યોજનાનું પાણી

તો બીજી તરફ રાજકોટના ન્યારી-1 ડેમમાં સૌની યોજનાનું પાણી પહોંચ્યું છે. ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટમાં પાણીની બુમરાણ ઉગ્ર બની હતી. શહેરના ડેમ તળિયા ઝાટક થવાના આરે હતા. જેને લઈને રાજકોટ કોર્પોરેશને સરકાર પાસે પાણીની માગ કરી હતી. જેથી ન્યારી-1 ડેમમાં સૌની યોજનાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે.

શું છે સૌની યોજના?

સૌની યોજનાનું પૂરું નામ સૌરાષ્ટ્ર-નર્મદા સિંચાઈ યોજના છે. આ યોજનાનું સપનું ગુજરાતના ભૂતર્પૂવ મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના પાણીની અછતવાળા વિસ્તારોમાં પાણી પૂરું પાડવા માટે અમલમાં મુકવામાં આવી હતી. આ યોજનાની જાહેરાત વર્ષ 2012માં કરવામાં આવી હતી.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 9:47 am, Thu, 30 March 23

Next Video