Gujarati Video : ગુજરાતમાં તાપી, અમરેલી, સુરત, રાજકોટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જગતનો તાત મુશ્કેલીમાં

|

Mar 22, 2023 | 5:52 PM

Gujarat Rain : રાજ્યના અનેક તાલુકામાં કમોસમી આફત વરસી છે. બપોર બાદ અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટ, ધોરાજી, જેતપુર અને જૂનાગઢ, તાપી, અમરેલી, કચ્છ, સુરતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

ફરી એક વખત રાજ્યના અનેક તાલુકામાં કમોસમી આફત વરસી છે. બપોર બાદ અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટ, ધોરાજી, જેતપુર અને જૂનાગઢ, તાપી, અમરેલી, કચ્છ, સુરતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ધોરાજીમાં કમોસમી પવન સાથે વરસાદ વરસ્યો. તો સતત બે દિવસથી કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત થયા છે. કમોસમી વરસાદથી ઘઉં, ધાણા, જીરું, ચણા, સહિતના પાકને નુકસાનની ભીતિ છે.

તાપી જિલ્લામાં વ્યારા, સોનગઢ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ફરી વરસાદ શરૂ થતા ખેડૂતો પરેશાન છે. કમોસમી વરસાદથી પાક નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. બીજી તરફ અમરેલીમાં પણ કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન છે. ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્રાકુડા, હનુમાન પરામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે.

સુરત જિલ્લામાં પણ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. બારડોલી અને કડોદરા પંથકમાં વરસાદ વરસ્યો છે. ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો છે. કડોદરાની સાથોસાથ ચલથાણ, વરેલી, અંત્રોલી, તાતીથૈયામાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. સુરતના ખેડૂતો માટે આફતનો વરસાદ વરસ્યો છે.

કચ્છ જિલ્લાના અબડાસાના જખૌ પોર્ટ પર ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. બદલાયેલા વાતાવરણ વચ્ચે પવન સાથે કરન્ટ જોવા મળ્યો છે. જખૌ પોર્ટ પર ભારે પવનને કારણે બોટ કિનારા નજીક ફંગોળાઇ છે.

જામનગરના કાલાવડ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. નીકાવા, આણંદપર, વડાલા, પાતા મેઘપરમાં ધોધમાર વરસાદથી ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે. ઘઉં, ચણા, મેથી, ધાણા સહિતના પાકને ભારે નુકસાન થવાનો અંદાજ છે. કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતિત જોવા મળી રહ્યો છે.

Next Video