Gujarati Video : ખરીફ પાકની 10 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે, એડવાન્સ નોંધણી કરાવવા અપીલ

ભારત સરકાર દ્વારા ખરીફ- રવિ પાક 2022-23 તુવેર, ચણા અને રાયડા ટકા ના ભાવે ખરીદી શરૂ કરવામાં આવનાર છે. આગામી 10 માર્ચ થી તુવેર, ચણા અને રાયડા ની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. જેના માટે ખેડૂતો આગામી 28 ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જેથી ખરીદી સમયે ખેડૂતો ને પણ કોઈ અગવડતા ના પડે.

| Edited By: | Updated on: Feb 02, 2023 | 10:35 PM

ભારત સરકાર દ્વારા ખરીફ- રવિ પાક 2022-23 તુવેર, ચણા અને રાયડાના ટેકા ના ભાવે ખરીદી શરૂ કરવામાં આવનાર છે. મહેસાણા માં આગામી 10 માર્ચથી તુવેર, ચણા અને રાયડા ની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. જેના માટે ખેડૂતો આગામી 28 ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જેથી ખરીદી સમયે ખેડૂતો ને પણ કોઈ અગવડતા ના પડે. ખરીફ પાકોના ટેકાના ભાવ જોઈએ તો, પ્રતિ ક્વિન્ટલ તુવેર 6,600, ચણા 5,335 અને રાયડો રૂપિયા 5 હજાર 450ના ભાવે ખરીદી કરવામાં આવશે.

ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને એડવાન્સ નોંધણી માટે ખેતીવાડી અધિકારીએ સૂચના આપી દીધી છે.ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે એડવાન્સ નોંધણી કરાવવા અપીલ પણ કરવામાં આવી છે. જેથી ખેડૂતો મહત્તમ લાભ લઈ શકે.

આ પણ વાંચો : Gujarat હાઇકોર્ટે આણંદ સિવિલ હોસ્પિટલના કામમાં વિલંબ અંગે સરકાર પાસે જવાબ માંગ્યો

Published On - 10:31 pm, Thu, 2 February 23