Gujarati Video : ગુજરાતમાં જંત્રીના ભાવ બમણા કરાતા સુરત બિલ્ડર એસોસિએશનનો વિરોધ, સીએમને રજૂઆત કરાશે

|

Feb 05, 2023 | 5:05 PM

ગુજરાત સરકાર દ્વારા રાતો રાત જંત્રીના ભાવ ડબલ કરી દેવામાં આવતા બિલ્ડરોમાં રોષ જોવા મળી રહ્યો છે આવતીકાલે ક્રેડાઈ બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારો મુખ્યમંત્રીને જંત્રીના ભાવમાં કરવામાં આવેલ વધારાને રદ કરવા માંગે કરશે .ક્રેડાઈ યોજાયેલ મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જંત્રીના દર રાતોરાત ડબલ થતાં બિલ્ડર સહિત જેણા દસ્તાવેજ બનાવવાના છે તેમનું ટેન્શન ડબલ થઈ ગયું છે.

ગુજરાત સરકાર દ્વારા રાતો રાત જંત્રીના ભાવ ડબલ કરી દેવામાં આવતા બિલ્ડરોમાં રોષ જોવા મળી રહ્યો છે આવતીકાલે ક્રેડાઈ બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારો મુખ્યમંત્રીને જંત્રીના ભાવમાં કરવામાં આવેલ વધારાને રદ કરવા માંગે કરશે .ક્રેડાઈ યોજાયેલ મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જંત્રીના દર રાતોરાત ડબલ થતાં બિલ્ડર સહિત જેણા દસ્તાવેજ બનાવવાના છે તેમનું ટેન્શન ડબલ થઈ ગયું છે. અચાનક સરકારે ડબલ ભાવ કરી દેતા બિલ્ડરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સરકારે આ નિર્ણય લેવા પહેલા એક બેઠક યોજવી જોઇતી હતી

આ મામલે સુરત ખાત ક્રેડાઈ બિલ્ડર એસોસિએશનની મીટીંગ યોજાઇ હતી આ મિટિંગમાં ઓનલાઇન રાજ્યના અલગ અલગ જિલ્લાના ક્રેડાઈના હોદ્દેદારો પણ જોડાયા હતા. સરકાર દ્વારા અચાનક લેવામાં આવેલા નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો હતો. બિલ્ડરોનું માનવું છે કે સરકારે આ નિર્ણય લેવા પહેલા એક બેઠક યોજવી જોઇતી હતી.

જંત્રીના ભાવ એક સાથે વધારવાના બદલે ધીમે ધીમે ભાવમાં વધારો કરવો જોઈએ

તેમણે કહ્યું કે અમારી સાથે વાતચીત કરવી જોઈએ હતી. સરકારે જે જંત્રી વધારવાનો નિર્ણય લીધો છે એ લાંબા સમયથી બિલોની માંગ હતી પરંતુ અચાનક જંત્રીના ભાવ ડબલ કરી દેતા બિલ્ડર જ નહીં પરંતુ સામાન્ય લોકોને પણ તકલીફ પડશે.જેથી સરકારે આ નિર્ણય રદ કરી જંત્રીના ભાવ એક સાથે વધારવાના બદલે ધીમે ધીમે ભાવમાં વધારો કરવો જોઈએ.

બીજી તરફ સરકારની આવક, મિલકતોની વેલ્યુ પણ ડબલ થઈ ગઈ છે. લોકો સ્ટેમ્પ શોધવાની જહેમત કરી રહ્યા છે. હાલ સુરતથી સ્ટેમ્પ ડયૂટી અને અન્ય ફી મળી કુલ વાર્ષિક સરકારી આવક રૂપિયા 1600 કરોડ હતી. જે સરકારના એક જ નિર્ણયના લીધે ડબલ એટલે કે 3200 કરોડ થઈ જશે.જયારે જંત્રી વધારાને લઈ બિલ્ડરોમાં નિરાશા જોવા મળી રહી છે.

આ પણ  વાંચો : Gujarati Video : તક્ષશિલા ફ્લેટમાં આગની ઘટના બાદ ફાયર વિભાગ સતર્ક, આગ લાગે ત્યારે શું કરવુ તેની ટ્રેનિંગ અપાઈ

Published On - 5:03 pm, Sun, 5 February 23

Next Video