Gujarati Video :સુરતમાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને લઇને તૈયારીઓ શરૂ

| Edited By: | Updated on: May 17, 2023 | 10:40 AM

જેમાં નેતાઓ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે.આસપાસના રાજ્યોમાંથી પણ લોકો બાબાની ઝલક મેળવવા ઉમટી પડે તેવી શક્યતા છે.. સુરત મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા અમિત રાજપૂતે દાવો કર્યો છે કે 2 લાખથી વધુ લોકો કાર્યક્રમમાં હાજરી આપશે

સુરત( Surat) માં 26 અને 27 મેએ બાબા બાગેશ્વર ધામના(Bageshwar Dham)  ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાવા જઈ રહ્યો છે.. જેની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે.. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો 1 કિલોમીટર લાંબો રોડ શો પણ યોજાશે.. તેઓ લોકોનું અભિવાદન ઝીલતા-ઝીલતા સ્ટેજ પર પહોંચે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે..બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહી શકે છે.. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાજપના મોટા નેતાઓ લોક દરબારમાં હાજરી આપે તેવી શક્યતા છે.

30થી 40 LED સ્ક્રીન અને 500થી વધુ હેલોજન લગાવાશે.

જેમાં નેતાઓ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે.આસપાસના રાજ્યોમાંથી પણ લોકો બાબાની ઝલક મેળવવા ઉમટી પડે તેવી શક્યતા છે. સુરત મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા અમિત રાજપૂતે દાવો કર્યો છે કે 2 લાખથી વધુ લોકો કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ ખૂબ મોટો હોવાથી 5 સ્ટેજ, 30થી 40 LED સ્ક્રીન અને 500થી વધુ હેલોજન લગાવાશે. ફાયર બ્રિગેડની ટીમ તૈનાત રાખવામાં આવશે અને કોઈ કચાસ ન રહે તે રીતે પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો