Gujarati video: મૃતકોના નામે વીમા પોલિસી લેવાના રેકેટનો પર્દાફાશ કરશે પોલીસ, પોલીસ જ બની ફરિયાદી
આ કેસમાં રાજુલા પોલીસ જ ફરિયાદી બની છે. રાજુલા અને ભાવનગર જિલ્લાના 4 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ખાનગી હોસ્પિટલના ડોક્ટરનો પણ સમાવેશ થાય છે.આ કેસમાં પોલીસે જુદી જુદી ટીમ બનાવી ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
અમરેલીની રાજુલા પોલીસ સૌરાષ્ટ્રના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ કરશે. અમરેલીમાં એવું રેકેટ સામે આવ્યું હતું કે મૃતકોના નામે વીમા પોલિસી લેવામાં આવતી હતી. ત્યારે આ ઘટનામાં પોલીસ જ ફરિયાદી બની છે અને સમગ્ર તપાસમાં મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતા છે. રાજુલા અને ભાવનગર જિલ્લાના 4 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ જ બની ફરિયાદી
આ કૌભાંડનો આંકડો કરોડો રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા છે. મૃતકોના દસ્તાવેજનો ઉપયોગ કરી મોટું કૌભાંડ ચલાવાતુ હોવાની માહિતી પોલીસ તપાસમાં સામે આવી છે. મૃતકના નામે 40 લાખની પોલિસી મેળવી આર્થિક લાભ લેવાયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ કેસમાં રાજુલા પોલીસ જ ફરિયાદી બની છે. રાજુલા અને ભાવનગર જિલ્લાના 4 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ખાનગી હોસ્પિટલના ડોક્ટરનો પણ સમાવેશ થાય છે.આ કેસમાં પોલીસે જુદી જુદી ટીમ બનાવી ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીઓની વૈભવી કાર કબજે કરવા અને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં બની હતી આવી ઘટના
નોંધનીય છે કે અગાઉ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પણ આવી ઘટના બની હતી જેમાં મૃતક વ્યક્તિના નામે વીમો ઉતારવામાં આવ્યો હતો. બાપુનગરમા જલારામ સોસાયટીમા રહેતા મનુભાઈ પરમારનું 2012ના રોજ નદીમા નાહવા જતા ડુબી જતા મૃત્યુ થયુ. પૈસા પામવા મૃતકના ભાઈ જગદીશ પરમારે રિલાઈન્સ નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીમાં તેના ભાઇનો વર્ષ 2015માં વીમો ઉતરાવ્યો. એક મહિના બાદ વીમા ધારકનું મૃત્યુ થયુ હોવાનુ કહીને વારસદાર જગદીશે કંપની પાસે ઈન્સુયરન્સના અઢી લાખનો કલેઈમને લઈને રજૂઆત કરી. કંપનીના મૃતકના દસ્તાવેજો પર શંકા જતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…