Gujarati Video: ભાવનગર ડમીકાંડમાં પોલીસે એક સગીર સહિત વધુ ત્રણ આરોપીની કરી ધરપકડ, અત્યાર સુધીમાં 50 ઝડપાયા

Bhavnagar: ભાવનગરના બહુચર્ચિત ડમીકાંડમાં પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાં પકડાયેલા આ ત્રણ આરોપી પૈકી 1 સગીર હોવાનું સામે આવ્યુ છે. બીજો આરોપી ઋષિત બારૈયા હોવાનું ખુલ્યું છે. ડમીકાંડમાં અત્યાર સુધીમાં ડમીકાંડમાં 50 લોકોની ધરપકડ કરાઈ છે.

| Edited By: | Updated on: May 25, 2023 | 11:16 PM

Bhavnagar: ભાવનગરનો ડમીકાંડ સામે આવ્યા બાદથી જ પોલીસ, SIT અને ACB દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાવનગર ડમીકાંડમાં પોલીસે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે. 3 આરોપી પૈકી એક 28 વર્ષીય જયદીપ ધાંધલ્યા, બીજો આરોપી 18 વર્ષીય ઋષિત બારૈયા હોવાનું ખુલ્યું. જો કે એક આરોપી 17 વર્ષીય સગીર હોવાનું સામે આવ્યું. પોલીસે ત્રણેયને પકડીને વધુ પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Breaking News: ભાવનગર ડમીકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, કુલ 44 આરોપી ઝડપાયા

અત્યાર સુધી ભાવનગરના ડમીકાંડમાં 50 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. પોલીસ તપાસમાં હજુ પણ વધારે લોકોના નામ ખુલશે તેવી શક્યતા છે. 36 આરોપી સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ 24 આરોપીઓ અને તપાસમાં ખુલેલા 26 આરોપીઓ મળીને કુલ 50 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

ભાવનગર  શહેર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:14 pm, Thu, 25 May 23