Gujarati Video : ગાંધીનગર ખાતે સરકાર અને સંગઠન સાથે વડાપ્રધાન મોદી કરશે ડિનર ડિપ્લોમસી

|

Jul 27, 2023 | 7:44 AM

ગાંઘીનગર ખાતે PM મોદી સરકાર અને સંગઠન સાથે ડિનર કરશે. આ દરમિયાન 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી અંગે CM ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રધાનમંડળના સભ્યો સાથે ચર્ચા કરશે.

Gandhinagar : રાજકોટને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપ્યા બાદ PM મોદી ગાંધીનગર (Gandhinagar) જશે. જ્યાં તેઓ સરકાર અને સંગઠન સાથે ડિનર કરશે. 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા PM મોદી ગુજરાત પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રધાનમંડળના સભ્યો સાથે ચર્ચા કરશે.

આ પણ વાંચો Gujarati Video : PM મોદી લેશે પ્રધાનોના કલાસ, નવી સરકાર બન્યા બાદ પ્રથમ વાર રાજભવનમાં યોજાશે PMની પાઠશાળા

ડિનરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિત પક્ષના હોદ્દેદારો હાજર રહેશે. PM મોદી પ્રદેશ ભાજપના તમામ 156 ધારાભ્યો સાથે મુલાકાત કરશે. ગુજરાતમાં નવી સરકાર બાદ પ્રધાનમંડળ સાથે PM મોદીની આ પ્રથમ બેઠક હશે. જેમાં લોકસભા ચૂંટણીની સાથે ગુજરાતના વર્તમાન મુદ્દાઓ પર વાત થશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video