Gujarati Video: રાજકોટવાસીઓ પર લદાયો વધુ એક વેરાનો બોજ, પાણીવેરો 800થી વધારી 1500 રૂપિયા કરાયો

| Edited By: | Updated on: Feb 09, 2023 | 5:38 PM

Rajkot: રાજકોટવાસીઓ પર વધુ એક વખત વેરાનો બોજો લાદવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાએ વર્ષ 2023-24ના વેરામાં વધારા સાથે 2637.80 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. મનપાએ પાણીવેરો 840થી વધારી 1500 કર્યો છે.

રાજકોટવાસીઓ પર વધુ એક વખત વેરાનો બોજો લાદવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું વેરામાં વધારા સાથેનું 2637.80 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં રાજકોટવાસીઓ પર બમણો પાણી વેરો ઝીંકવામાં આવ્યો છે. મનપા કમિશનરે સૂચવેલા 101 કરોડના કરબોજમાં 60.39 કરોડનો ઘટાડો કરી શાસકોએ 39.97 કરોડનો કરબોજ પ્રજા પર નાખ્યો છે.

રાજકોટના રહેણાંક માટે પાણી વેરો 840થી વધારીને 1500 કરવામાં આવ્યો છે. તો કોમર્શિયલ એકમો માટે પાણી વેરો 1680થી વધારીને 3000 કરવામાં આવ્યો છે. કોમર્શિયલમાં ગાર્બેજ ચાર્જ પણ બમણો કરી 730થી વધારીને 1460 કરવામાં આવ્યો છે. મનપાના બજેટમાં શાસકોએ કુલ 39.25 કરોડના ખર્ચે 15 નવી યોજનાઓ ઉમેરી છે.

પાણીવેરો ડબલ કરવાની અપાઈ મંજૂરી

આજે સવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલના અધ્યક્ષસ્થાને સ્થાયી સમિતિની બેઠક મળી. જેમા પાણી વેરો ડબલ કરવાને મંજૂરી આપવામાં આવી. કમિશનરે સ્માર્ટ સિટીના લોકો પર પાણી વેરો ત્રણ ગણો કરવા પ્રસ્તાવ મૂક્યો હતો. જેને હળવો કરવામાં આવ્યો છે. પાણી વિતરણનો ખર્ચ, યોજના, ગરીબ અને મધ્યમ વર્ગના મિલકતધારકોને ધ્યાનમાં રાખી પાણી વેરો દોઢ દાયકા બાદ ડબલ કરાયો છે.

આ પણ વાંચો: Gujarati Video : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 9 જેટલા પાર્કિંગ પર પ્રતિબંધ, દર્દીઓની હાલાકીમાં વધારો

ડોર ટુ ડોર કચરા એકત્રિકરણનો ચાર્જ યથાવત

આ તરફ ઘરે ઘરે કચરા એકત્રિકરણનો ચાર્જ 365 રૂપિયા યથાવત રાખીને રહેણાંક મિલકતના ટેક્સમાં પણ કોઈ વધારો મંજૂર કર્યો નથી તેમ ભાજપના પદાધિકારીએ જણાવ્યુ હતુ. મ્યુનિસિપલ કમિશનરે વર્ષ 2023-24નું રૂ.2586.82 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કર્યું હતું. જેનો સ્ટેન્ડિંગ કમિટીએ અભ્યાસ કરી, આવશ્યક સુધારા વધારા કરવા ઉપરાંત નર્મદા આધારિત પાણી પુરવઠા યોજના, શહેરમાં પાણી વિતરણના ખર્ચ વગેરેને ધ્યાનમાં લઈને કમિશનર દ્વારા મિલકત વેરા, પાણી ચાર્જિસમાં સૂચવાયેલા વધારામાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે.