Banaskantha : કુદરતનો કહેર બનાસકાંઠા માટે આશીર્વાદ રૂપ પણ સાબિત થયો છે. દાંતીવાડા અને સીપુ ડેમમાં નવા નીર આવ્યા છે.દાંતીવાડા ડેમમાં(Dantiwada)50 હજાર અને સીપુ ડેમમાં 25 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે.આપને જણાવી દઇએ કે ત્રણ વર્ષે સીપુ ડેમમાં નવા નીરની આવક થઇ છે.
ઉલ્લેખનીય છે કે પાછલા ત્રણ વર્ષથી સીપુ ડેમ ખાલીખમ હતો.ત્યારે દાંતીવાડા અને સીપુ ડેમમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશી છવાઇ છે.આપને જણાવી દઇએ કે સિંચાઇ સાથે પીવાના પાણીનો સૌથી મોટો આધાર દાંતીવાડા અને સીપુ ડેમ છે.
કચ્છ બાદ સૌથી વધુ નુકસાન બનાસકાંઠામાં સર્જાયું છે.ભારે વરસાદને પગલે બનાસકાંઠાની રેલ નદીમાં પૂરની સ્થિતિ છે. પૂરના પાણી થરાદના ડુવા અને પાવડાસણ ગામના ખેતરોમાં ફરી વળ્યા.નદીના પાણી ફરી વળતા ખેતરોમાં ઉભો પાક પાણીમાં ગરકાવ થયો.ચોમાસુ બાજરી હોય કે અન્ય પાક, તમામ પાક ડૂબમાં ગયો છે.
જેના પગલે ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ છે..નદી આસપાસના ખેતરો બેટમાં ફેરવાયા છે.તો તેની સીધી અસર કાંઠાના ખેતરોમાં જોવા મળી રહી છે.
Published On - 8:52 pm, Sun, 18 June 23