Junagadh: જુનાગઢના વિસાવદર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વિસાવદરમાં 2 કલાકમાં 7 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. 2 કલાકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા માર્ગો પાણી પાણી થયા હતા. શહેરના માર્ગો પર બેટમાં ફેરવાયા છે. અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે.
આ તરફ જૂનાગઢના ઘેડ પંથકની સમસ્યાને ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ બોલાવેલી સમીક્ષા બેઠકમાં ઘેડ પંથકની સમસ્યા અંગે તેમણે સીએમને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ ઘેડની સમસ્યા અંગે CMને રજૂઆત કરી અને ઘેડની સમસ્યાથી માહિતગાર કરાયા હતા.
આ પણ વાંચો : Gujarati Video: પોરબંદરના સાંસદ રમેશ ધડુકે ઘેડ પંથકના ગામોની લીધી મુલાકાત, ઓઝત નદીમાં આવેલ પૂરની સ્થિતિનો મેળવ્યો તાગ
ઘેડ પંથકની નદી પહોળી કરવાની રજૂઆત કરાઈ હતી. સાથે જ મઘુવંતી ડેમમાં હાઈડ્રોલીક દરવાજા ઉભા કરવાની પણ માગ મુકાઈ હતી. ઘેડ પંથકમાં ડેમ તૈયાર કરવાનું પણ ધારાસભ્યએ સૂચન કર્યુ હતુ.